નાગરિક અધિકાર મંચના કાર્યકર્તા શહજાદ પૂનાવાલા કહે છે, કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંઘી 2013માં એક હોટેલમાં આયોજિત સમારંભમાં નીરવ મોદીને મળ્યા હતા…

0
728
REUTERS

 

REUTERS

 

શહજાદ પૂનાવાલાએ આજે ગુરૂવારે 13મી સપ્ટેમ્બરે એક નિવેદન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પંજાબ નેશનલ બેન્કના મુખ્ય કૌભાંડકાર ઝવેરાતના વેપારી નીરવ મોદીને 2013માં એક હોટેલમાં મળ્યા હતા. તે દરમિયાન જ નીરવ મોદીને લોન આપવાની કાર્યવાહી થઈ હતી. વિજય માલ્યાએ લંડનમાં પોતે અરુણ જેટલીને મળ્યા હોવાની વાત જાહેર કરી ત્યાર બાદ રાહુલ ગાંધીએ પણ અરુણ જેટલી વિજય માલ્યાને  સંસદમાં મળ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. હવે રાહુલ ગાંધી વિષે શહજાદ પૂનાવાલાએ ઉપરોકત બયાન કર્યું છે. તેઓ કહે છેકે, તેઓ સત્ય બોલી રહયા છે. તેઓ એ માટે કુરાનના સોગંદ ખાવા પણ તૈયાર છે તેમજ પોતાની વાત સાબિત કરવા માટે તેઓ લાઈ ડિટેકટરનો ટેસ્ટ કરાવવા પણ તૈયાર છે