નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં પસાર થયુંઃ બિલ અંગેના તમામ મુદા્ઓનું સ્પષ્ટીકરણ થશે તો જ શિવસેના રાજયસભામાં એને સમર્થન આપશે, ઉધ્ધવ ઠાકરેનું નિવેદન 

0
942

 શિવસેનાએ લોકસભામાં નાગરિક સુધારા બિલને સમર્થન આપ્યું છે. પરંતુ ઉધ્ધવ ઠાકરેએ સ્પષ્ટતા કરી છેકે, રાજ્યસભામાં શિવસેના તેનું વલણ બદલી શકે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટવીટ કરીને શિવસેના સહિતના વિરોધ પક્ષોને બિલનો વિ્રોધ કરવાનો ગર્ભિત ઈશારો કર્યો હતો. તેમણે  કહ્યું હતું કે, જે લોકો આ બિલનું સમર્થન કરી રહ્યા છે ત લોકો દેશના મૂળભૂત માળખાને નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારબાદ શિવસેનાના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેઓ પણ નિવેદન કર્યું હતું કે, બિલના સંદર્ભમાં જયાં સુધી દરેક મુદાની સ્પષ્ટતા નહિ કરવામાં આવે ત્યાં સુધી શિવસેના રાજ્યસભામાં આ બિલને ટેકો નહિ આપે. વિરોધ પક્ષો એવું ઈચ્છે છે કે, બિલ બાબત રાજ્યસભામાં પણ વિગતવાર ચર્ચા થવી જોઈએ. બિલમાં સુધારા કરવા માટે વિરોધ પક્ષ દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે.