નાગરિકતા સંશોધન કાનૂનનો વિરોધ કરતો ઠરાવ સંસદમાં પેશ કરવાના યુરોપીય સંગઠનના પ્રસ્તાવ અંગે પુર્નવિચાર કરવાની  ભારતની લોકસભાના સ્પીકર ઓમપ્રકાશ બિરલાએ યુરોપિયન સંસદના અધ્યક્ષને પત્ર લખીને વિનંતી કરી…

 

  ભારતની લોકસભાના સ્પીકર ઓમ બિડલાએ સીએે એ તેમજ એન આરસી કાનૂનનો વિરોધ કરતા યુરોપીય સંસદના  ઠરાવ સામે વાંધો ઊઠાવીને અધ્યક્ષને એ બાબત પુન – વિચારણા કરવાની વિનંતી કરી હતી. તેમણએ યુરોપીય સંસદના અધ્યક્ષ ડેવિડ મારિયા સસૌલીને પત્ર લખીને જણાવ્યું હતું કે, સીએેએ કાનૂનનો હેતુ કોઈની નાગરિકતા આંચકી લેવાનો નથી. ભારતીય સંસદના બન્ને ગૃહોમાં ચર્ચા – વિચારણા કર્યા પછી તે કાનૂનને પસાર કરવામાં આવ્યો હતો. ભારતના 4 પાડોશી રાજ્યો પાકિસ્તાન, બંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં લધુમતી સમુદાયો પર થતા અત્યાચારો, જોર- જુલ્મ અને બળાત્કાર જેવી અમાનમવીય ઘટનાઓ  અંગે જગતના અનેક લોકો અજાણ છે. આવા અમાનુષી કૃત્યોનો ભોગ બનીને ભારતમાં શરણું લેનારા બિન- મુસ્લિમ લોકોને નાગરિકતા આપવા માટે જ આ કાનૂનની રચના કરવમાં આવી છે. ભારતમાં વસનારા મુસ્લિમ સમુદાયને એના કારણે કોઈ જ અસર થવાની નથી. 

    ભારતની લોકસભાની વર્તમાન સ્પીકર ઓમ બિડલાએ પત્રમાં જણાવ્યું હતું કે, આપણે એકમેકના સાર્વભૌમત્વનું સન્માન કરવું જોઈએ. એક સંસદ બીજા દેશની સંસદ અંગે કશો નિર્ણય આપે, કે કશી ટીકા- ટિપ્પણી કરે તે યોગ્ય ના કહેવાય. હું આપને  ઉપરોક્ત પ્રસ્તાવ પર ફરી વાર વિચારણા કરવાની અપીલ કરું છું. ભારતે યુરોપીય સંસદની આ પ્રવૃત્તિને સંપૂર્ણપણે બિનઅધિકૃત ચેષ્ટા ગણાવીને એનો ઉગ્ર વિરોધ કર્યો હતો.