નાગરિકતા કાયદો ભારતની આંતરિક બાબત છેઃ માલદીવ

નવી દિલ્હીઃ માલદીવની હાલની સરકારના સર્વોચ્ચ નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે કહ્યું હતું કે નાગરિકતા સંશોધન કાયદો સંપૂર્ણ રીતે ભારતનો આંતરિક મુદ્દો છે. તેમણે કહ્યું હતું કે ભારત બીજા દેશોમાંથી પરેશાન થયેલા અલ્પસંખ્યકો માટે ખૂબ સુરક્ષિત સ્થાન છે. તેમણે પોતાનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે જ્યારે માલદીવમાં અબ્દુલા યામિનની સરકાર હતી ત્યારે તેમની ધરપકડ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ત્યારે ભારતીય એમ્બેસેડર દ્વારા જ તેમને શરણ આપવામાં આવ્યું હતું. ધાર્મિક આધાર પર શોષણ હંમેશાં ખરાબ લાગે છે અને ભારતે હંમેશાં એ લોકોને સ્થાન આપ્યું છે, જેમની સાથે ખરાબ વ્યવહાર થયો છે. ધર્મ નિરપેક્ષતા અને અલ્પસંખ્યકોનું સન્માન ભારતના આધારભૂત વિચારોમાં સમાવેશ છે. ભારતીય લોકતંત્ર પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. ત્યાં જે પણ કઈ થઈ રહ્યું છે એમાં મોટા ભાગના લોકોની સહમતી છે. આ ભારતનો અંતર્ગત મુદ્દો છે.