નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પીઢ કોંગ્રેસી  નેતા આદરણીય પ્રણવ મુખરજીની હાજરી-

0
866

 પ્રણવદાનું મનનીય વકતવ્યઃ હું આ કાર્યક્રમમાં ભારતની વાત કરવા આવ્યો છું. હું દેશભકિતની વાત કરવા આવ્યો છું…અનેક કોંગ્રસી નેતાઓના વિરોધ અને નકાર છતાં આદરણીય પ્રણવ મુખરજીએ નાગપુરના સંઘ મુખ્ય કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપીને ઉપસ્થિત સમુદાયને સંબોધતાં કહ્યું હતું કે, હું તમારી સમક્ષ ભારતની અને દેશભકિતની વાત કરવા માટે આવ્યો છું. દેશ પ્રત્યેની નિષ્ઠા એ જ દેશભક્તિ છે. ભારતના દ્વાર સહુ માટે ખુલ્લા છે. યુરોપ તેમજ દુનિયાના અન્ય દેશોની રચના પહેલાં ભારત એક રાષ્ટ્ર તરીકે અસ્તિત્વ ધરાવતું હતું. ભારત એક વૈવિધ્યતાસભર દેશ છે અને વિવિધતા જ ભારતની શક્તિ છે. અસહિષ્ણુતાને કારણે આપણી રાષ્ટ્રીય છાપ ઝાંખી થતી રહી છે. જો આપણે નફરત અને ભેદભાવવાળું વર્તન કરીશું તો એ આપણી ઓળખ માટે જોખમકારક સાબિત થશે. ધર્મના આધાર પર રાષ્ટ્રની પરિભાષા નક્કી કરવામાં આવે એ ખોટું છે. વસુધૈવકુટુંબકમ્ એ ભારત દેશનો મંત્ર છે.

        તેમણે વધુમાં કહ્યું હતું કે, આપણી સભ્યતા- સંસ્કૃતિ 500 વરસ પુરાની છે. જેને કોઈ પણ વિદેશી આક્રમણકારો અને શાસકો નષ્ટ કરી શક્યા નથી. અનેક વિદેશી લોકોએ ભારત પર સદીઓ સુધી શાસન કર્યુ હતું. પછી મુસ્લિમ આક્રમણખોરોએ ભારત પર શાસન કર્યું. ત્યારબાદ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું ભારતમાં આગમન થયું. 12મી સદીમાં ભારતમાં  600 વરસો સુધી મુસ્લિમ શાસકોનું રાજ રહ્યું. આ બધા વિદેશીઓના પ્રહારો અને આક્રમણો થવા છતાં, વિદેશી શાસકોએ શાસન કર્યું હોવા છતા ભારતની સંસ્કૃતિનો કોઈ વાળ વાંકો કરી શક્યું નથી. આપણી ભારતીય સંસ્કૃતિ અખંડ રહી.છે. હંમેશા રહી છે.

                સાચો રાષ્ટ્રવાદ કોઈ ભાષા, રંગ , ધર્મ કે જાતિ વગેરેથી પ્રભાવિત થતો નથી. વિવિધ વિચારધારા ને વિવિધતા સભર વિશાલ જનસમુદાય જ ભારતની સંસ્કૃતિનો સાચો પરિચય છે. એમાં જ ભારતનો આત્મા વસે છે. આટલું બધું વૈવિધ્ય હોવા છતાં ભારતીયતા એ જ આપણી ઓળખ છે. પરસ્પર સંવાદ અને વાતચીત દ્વારા જ  વિવિધ વિચારધારા ધરાવનારા સમુદાયની સમસ્યાઓનું નિરાકરણ થવાની સંભાવના છે. આપણને લોકશાહી ભેટ તરીકે નથી મળી. બાળ ગંગાધર ટિળકે સ્વરાજ મારો જન્મસિધ્ધ અધિકાર છે- એ નારો આપ્યો હતો.

               સંધના પ્રમુખ માોહન ભાગવતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિજીએ સમય કાઢીને કાર્યક્રમમાં હાજરી આપી તે માટે તેમનો આભાર માન્યો હતો. મોહન ભાગવતે કહ્યું હતું કે, સંઘ માટે કોઈ પારકું નથી. સંધ  આખા સમાજને એકત્રિત કરવા માગે છે. ભારતની ભૂમિ પર જન્મ લેનારી દરેક વ્યક્તિ આપણી સ્વજન છે, એમાં કોઈ શંકા નથી. દેશમાં રહેલી વિવિધતા જ એની સુંદરતા અને સમૃધ્ધિની નિશાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here