નાગપુર ખાતે આરએસએસના વડા મોહન ભાગવતનું વકતવ્ય- વિજયા દશમીની ઉજવણી નિમિતે સંઘસંચાલક ખાસ ઉપસ્થિત રહ્યા… સંધ સંચાલક મોહન ભાગવતે પોતાના વકતવ્યમનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસંશા કરી …

0
566

 

આજે વિજયાદશમીના શુભ દિ્ને નાગપુર ખાતે પરંપરાગત ઉજવણીમાં ભાગ લેતા સંઘ સંચાલક શ્રી મોહન ભાગવતે દેશમાં બની રહેલી મોબ લિચિંગની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી તેમણે  જણાવ્યું હતું કે, આવી ઘટનાઓને કારણે આપણો દેશ બદનામ થઈ રહ્યો છે. કોઈની સાથે ગમે તેટલા મતભેદ હોય તો પણ કોઈએ કાયદો હાથમાં ના લેવો જોઈએ. હિંસાને કારણે આપણી પરંપરા અને પરસ્પરનો સદભાવ નષ્ટ થઈ રહ્યો છે. આ હિંસાની પ્રવૃત્તિ  આપણા દેશની પરંંપરા નથી, એ આપણા બંધારણમાં પણ નથી. આવી મોબ લિચિંગની ઘટનાઓની સાથે સંઘને કશો સંબંધ નથી. આજે સંધના વડા મથકે નાગપુરમાં યોજાયેલા સમારંભમાં કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરી, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત અનેક મહાનુભાવો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ પ્રસંગે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.