
નાઈજીરિયાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં એક મસ્જિદ તેમજ બજાર વિસ્તારમાં બે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટની ઘટનામાં આશરે 60થી વધુ લોકોનાં મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું હતું. આ દુર્ઘટનામાં અનેક લોકો ગંભીરપણે ઘવાયા હોવાની માહિતી મળી હતી. આ બન્ને આત્મઘાતી હુમલાઓમાં આતંકી સંગઠન બોકો હરામનો હાથ હોવાની આશંકા છે. આ બન્ને બોમ્બ વિસ્ફોટ નાઈજીરિયાના એડમાવા પ્રાંતની રાજધાની યોલાથી લગભગ 200 કિમીના અંતરે આવેલા મુબીમાં બપોરના સમયે થયા હતા. આ હુમલામાં યુવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તાના કહ્યા મુજબ, પોલીસ અને રેડક્રોસના અંદાજ પ્રમાણે, બોમ્બ વિસ્ફોટની એક ઘટનામાં કુલ 26 વ્યક્તિઓનાં મોત થયાં હતા.