નસીરુદી્ન  શાહ કહે છેઃ વિરાટ કોહલી દુનિ્યાનો સર્વશ્રેષ્ઠ બેટસમેન છે, એની સાથે સાથે એ દુનિયાનો સોથી ખરાબ વર્તન કરનાર ખેલાડી પણ છે.

0
914

પીઢ અભિનેતા નસીરુદી્ન શાહે  એમની ફેસબુક પોસ્ટમાં ભારતીય ક્રિકેટ કપ્તાન વિરાટ  કોહલીને ધમંડી અને અશિષ્ટતા આચરનાર દુનિયાનો સૌથી ખરાબ માણસ કહ્યો છે. નસીરે વિરાટને સર્વક્ષેષ્ઠ બેટસમેન ગણાવવાની સાથે સાથે એના વ્યક્તિત્વ અને સ્વભાવની ટીકા કરી હતી.

નસીરુદી્ન શાહ એક પીઢ અને વિશિષ્ટ અભિનય પ્રતિભા ધરાવતા કલાકાર છે. વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ જગતનો ચમકતો સિતારો છે. બન્નેના ક્ષેત્ર જુદા જુદા છે. બન્ને સોલિબ્રિટી છે, કારણ ગમે તે હોય, નસીરુદી્ન શાહ જેવી શખ્સિયત વિરાટ કોહલીને આમ જાહેરમાં અપમાનિત કરે, એની માટે અણછાજતી ટીકા કરે, એમાં ઔચિત્ય- ભાન નથી. કોઈકની ભૂલને જાહેરમાં બતાવો એમાં કશું ખોટું નથી, પરંતું એના કતૃર્ત્વનું ગૌરવ જાળવીને શબ્દોનો વિનિયોગ થાય એ જરૂરી છે. આમાં તો કોણ કોને દર્પણ દેખાડે છે!