નસીરુદી્ન શાહે કર્યુ ફરી ચોંકાવતું નિવેદન  બોલીવુડના ત્રણે ખાન પોતાનો અભિપ્રાય જાહેરમાં રજૂ કરતા નથી, કેમકે તેઓ  ડરી રહ્યા છે.. કે તેમની પાસે જે બધું છે એ છીનવાઈ જાય તો???????

 

 નસીરુદીન શાહ ભારતીય ફિલ્મ જગતના ઉત્કૃષ્ટ કલાકાર છે. તેમનું યોગદાન વિશિષ્ટ છે.  પરંત આવા ઉમદા કલાકારના વિધ વિધ સામાજિક  મુદ્દાઓ અંગેના વિચારો સાથે અનેક લોકો સહમત નથી થતા. તાજેતરમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનોની સત્તા સ્થપાયા બાદ તેમણે તાલિબાનની સત્તામાં વાપસીનો ઉત્સવ મનાવનારા ભારતના મુસલમાનોની ટીકા કરતો એક વિડિયો પ્રકાશિત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તાલિબાનીઓની તારીફ કરવાનું ભારતીય મુસલમાનો માટે ખતરનાક સાબિત થશે. એનટીડીવીને તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં નસીરે જણાવ્યું હતુ કે, બોલીવુડ– ભારતીય ફિલ્મજગતમાં કલાકારો જો પોતાના મંતવ્યો જાહેરમાં રજૂ કરે તો તેમને હેરાન- પરેશાન કરવામાં આવી રહ્યા છે. સલમાન ખાન, આમિર ખાન, શાહરુખ ખાન- દરેક  મુદા  અંગે જાહેરમાં  પોતાનો મત કેમ રજૂ નથી કરતાં,  દરેક બાબતે મૌન કેમ રહે છે.. કારણ કે એમને ભય છે કે, જો કોઈ પણ બાબતે જાહેરમાં પોતાનો મત કે અભિપ્રય પેશ કરશે તો તેમનું જીવન ભયમાં આવી પડશે. તેમને દરેક બાબત પરેશાન કરવામાં આવશે. તેમને હેરેસ કરવામાં આવશે. તેમની પાસે તો ખોવા જેવું ધણું બધું છે…હેરેસમેન્ટ માત્ર ફાયનાન્શિયલ જ નથી હોતું, દરેક રીતે તેમને પરેશાન કરવામાં આવશે. ફિલ્મ જગતની કોઈ પણ વ્યક્તિ કશું પણ બોલવાની હિંમત કરશે તો એની ઘણી બધી હેરાની – પરેશાનીનો સામનો કરવો પડશે. માત્ર હું કે જાવેદ અક્તર સાહેબ જ નહિ, કોઈ પણ વ્યક્તિ જે જમણેરી વિચારધારાની વિરુધ્ધ બોલશે એને ટોર્ચર કરવામાં આવશે…