નવોદિત અભિનેત્રી મૌની રોય ગુજરાતી ભાષા શીખશે

ટેલિવિઝનની ખૂબ જ જાણીતી અને બોલીવુડમાં પદાર્પણ કરી રહેલી નવોદીત અભિનેત્રી મોની રોય ગુજરાતી ભાષા શીખશે. રાજકુમાર રાવ અને મૌની રોય ફિલ્મ ‘મેડ ઇન ચાઇના’માં ચમકશે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં અને પછી ચીનમાં કરાશે. રાજકુમાર રાવ આ ફિલ્મમાં સંઘર્ષ કરતા ગુજરાતી ઉદ્યોગપતિની ભૂમિકામાં છે, જ્યારે મૌની મુંબઈ ગર્લ છે અને લગ્ન પછી મૌની રાજકુમાર રાવ સાથે અમદાવાદમાં શિફટ થાય છે. મૌની આ ફિલ્મમાં સાદી ગૃહિણીની ભૂમિકામાં છે. આ ફિલ્મને ગુજરાતી ડિરેક્ટર નિખિલ મુસળે દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. ફિલ્મમેકર દિનેશ વિજાને કહ્યું કે મૌનીએ આ ફિલ્મ માટે ગુજરાતી ભાષા બોલતાં શીખવાની શરૂઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here