નવી લિબરલ થિન્ક ટેન્ક સ્થાપવામાં પ્રમીલા જયપાલ સહાયરૂપ થઈ રહ્યાં છે


ન્યુ યોર્કઃ ભારતીય અમેરિકન સાંસદ પ્રમીલા જયપાલ (ડી-વોશિંગ્ટન) મતદારોના પોલિસી ડેવલપમેન્ટ અને મતદારો સુધી પહોંચવા માટે નવી લિબરલ થિન્ક ટેન્ક સ્થાપવાના પ્રયાસોમાં સહાયરૂપ થઈ રહ્યાં છે. તેઓ કોગ્રેસનલ પ્રોગ્રેસિવ કોકસ સેન્ટરમાં બોર્ડમાં છે. તેમણે દસમી ઓકટોબરે જાહેરાત કરી હતી કે આ સેન્ટર હયાત કોંગ્રેસનલ પ્રોગ્રેસિવ કોકસ (સીપીસી)ની શક્તિઓ વધારવાનો હેતુ ધરાવે છે. જે સીપીસી સાથે તેના સ્ટેકહોલ્ડરો માટે સેતુરૂપ બનશે.
હાલમાં અન્ય મુખ્ય લિબરલ થિન્ક ટેન્ક સેન્ટર ફોર અમેરિકન પ્રોગ્રેસ છે, જેની સ્થાપના ભૂતપૂર્વ ઓબામા સમર્થકો અને સલાહકારો દ્વારા થઈ હતી, જેનું નેતૃત્વ ભારતીય અમેરિકન નીરા ટંડન કરે છે.