
દેશના વ્યાપારી વર્ગને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવયું હતું કે, તમારી બુધ્ધિ અને શકિતને કારણે જ ભારતને સોને કી ચીડિયા તરીકે ઓળખવામાં આવે છે. વેપારીઓ તો મોસમના વૈજ્ઞાનિકો જેવા હોય છે. તેમને બધું જ એડવાન્સમાં ખબર હોય છે. તેમને દરેક ચીજ-વસ્તુની કયારે એને કેટલી જરૂરત પડશે તેનો પાક્કો અંદાજ હોય છે. તેમણે કહ્યું હતું કે, સામાન્ય રીતે રાજકારણીઓ વિષે એવી માન્યતા હોય છે કે, નેતાઓ ચૂંટણી સમયે અલગ બોલે છે અને ચૂંટણી પૂરી થયા બાદ તેમનો સૂર બદલાઈ જતો હોય છે. તેમણે જણાવ્યું હતું કે, જો હું સત્તા પર આવીશ તો અનાવશ્યક બિનજરૂરી કાયદોઓને એક પછી એક ખતમ કરી દઈશ. ભાજપની સરકારે છેલ્લાં પાંચ વરસમાં આશરે 1500 બિનજરૂરી કાનૂન ખતમ કરી નાખ્યા છે.
તેમણે વેપારીઓની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, હું તમારા પરિશ્રમની કદર કરું છું. કલાકો સુધી એક જ દુકાનમાં રહીને તમે દેશની સેવા કરી રહ્યા છે. તમને મોસમનો વરતારો કરતા – સમજતાં આવડે છે.
કોંગ્રેસના શાસનને લીધેજ એવી માન્યતા પ્રવર્તતી રહી હતી કે, દેશમાં જે કંઈ ખોટુ થાય છે તે વેપારીઓને કારણે જ થાય છે. મોંઘવારી વધે તો પણ વેપારીઓને જ દોષ આપવામાં આવતો હતો. હકીકતમાં તો કોંગ્રેસના સંઘરાખોરોને કારણે જ મોંઘવારી વધતી હતી.