નવી દિલ્હીમાંઐતિહાસિક સ્મારક- કુતુબ મિનારમાં પોતાની આગામી ફિલ્મ ધ બિગ બુલનું શૂટિંગ કરી રહેલા અભિનેતા અભિષેક બચ્ચન 

0
806

                     હમણા  અભિષેક બચ્ચન દિલ્હીમાં પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. ઘણા લાંબા સમય બાદ એના હાથમાં કેટલીક ફિલ્મો આવી છે્. એ પોતાની કેરિયરને સીધે પાટે ચઢાવવાની પૂરી નિષ્ઠાથી કોશિશ કરે છે. હર્ષદ મહેતા( નામચીન શેરદલાલ-ના જીવન પર આધારિત ફિલ્મ ધ બિગ બુલમાં અભિષે્ક હર્ષદ મહેતાની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે એક ફિલ્મ- પત્રકારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુ કે, મને કુતુબ મિનાર પ્રત્યે નાનપણથી જ લગાવ છે. નાનપણમાં અમારે જ્યારે જયારે મુંબઈથી દિલ્હી આવવાનું થતું, ત્યારે અમે( બાળકો) કુતુબ મિનારની મુલાકાત જરૂર લેતા. કુતુબ મિનાર જવું એ અમારા પ્રવાસનો એક હિસ્સો હતું.