નવી દિલ્હીના રામલીલા મેદાનમાં અન્ના હજારેની અનિશ્ચિતકાળની ભૂખ- હડતાળ શરૂ

0
921

 

Reuters

જાણીતા સામાજિક આગેવાન અન્ના હજારેએ ફરી એકવાર શુક્રવાર 23 માર્ચથી દિલ્હીના રામલીલા મેદાનમાં  કેન્દ્ર સરકાર વિરુધ્ધ પોતાના આંદોલનનો પ્રરંભ કર્યો છે. શુક્રવારથી તેઓએ ભૂખ- હડતાળ શરૂ કરી દીધી છે. આજથી સાત વરસ પહેલાં અન્ના હજારેએ ભ્રષ્ટાચાર  વિરોધી આંદોલન કર્યું હતું. જેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. 2011માં અન્નાના આંદોલનને કારણે તત્કાલીન યુપીએ સરકાર હચમચી ગઈ હતી. દેશમાં રાજકીય અને વહીવટીતંત્રના ક્ષેત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને ડામવા માટે લોકપાલના હોદા્ની રચના કરવા તેમણે સરકારને આગ્રહ કર્યો હતો. હવે અન્ના નરેન્દ્ર મોદીની સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. સ્વામીનાથન કમિશનની ભલામણો લાગુ કરવા તેમજ કેન્દ્રમાં લોકપાલ અને રાજ્યોમાં લોકાયુક્ત નિયુક્ત કરવાની તેઓ માગણી કરી રહ્યા છે. ભારતમાં કૃષિક્ષેત્રે ખેડૂતોને જે જે સમસ્યાઓનો અને તકલીફોનો સામનો કરવો પડે છે તેનું નિરાકરણ કરવાના પગલાં સ્વામીનાથન કમિશનમાં સૂચવવામાં આવ્યા હતાં.