નવી ટ્રાન્સપોર્ટ સિસ્ટમથી અમેરિકા કોઈપણ સ્થળે એક કલાકમાં હથિયારોની ડિલિવરી કરશે

 

વોશિંગટનઃ ચીન સાથે વધતા ખતરાનો સામનો કરવા માટે અમેરિકાએ પોતાની સૈન્ય શક્તિને વધારવાની જાહેરાત કરી છે. હાલમાં યુએસ નેવી માટે બેટલ ફોર્સ ૨૦૪૫ની જાહેરાત કર્યા બાદ હવે અમેરિકાએ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકી સેના અમેરિકી પ્રાઇવેટ અંતરિક્ષ એજન્સી સ્પેસએક્સની સાથે મળીને એક એવા રોકેટનું નિર્માણ કરી રહ્યું છે જે વિશ્વભરમાં ગમે ત્યાં હથિયારો માત્ર ૬૦ મિનિટમાં પહોંચાડી શકે છે. અમેરિકી રક્ષામંત્રાલયે થોડા દિવસ પહેલા જ એલન મસ્કના સ્પેસએક્સની સાથે મિસાઇલ ટ્રેકિંગ સેટેલાઇટ બનાવવા માટે ૧૪૯ મિલિયન ડોલરનો સોદો કર્યો હતો. 

બુધવારે એક વર્ચ્યુઅલ બેઠકને સંબોધન કરતા યુએસ ટ્રાન્સપોર્ટ કમાન્ડના પ્રમુખ જનરલ સ્ટીફન લિયોન્સે નવા સોદાને જાહેર કર્યો. તેમણે કહ્યું કે, સ્પેસએક્સ હવે આ મહત્ત્વકાંક્ષી પરિયોજનાના તકનીકી પડકારો અને ખર્ચનું મૂલ્યાંકન કરશે. જનરલ લિયોન્સે કહ્યું કે, આ ટેકનીકનું શરૂઆતી પરીક્ષણ ૨૦૨૧માં આયોજીત થઈ શકે છે. 

તેમણે જણાવ્યું કે, મિલિટ્રીનો હેવી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી-૧૭ ગ્લોબમાસ્ટર એક વારમાં જેટલો ભાર ઉઠાવી શકે છે એટલો ભાર એક કલાકથી અંદર દુનિયાના કોઈપણ ખુણામાં પહોંચાડી શકે છે. અમેરિકી વાયુ સેનાની સત્તાવાર વેબસાઇટ અુસાર, સી-૧૭ ગ્લોબમાસ્ટર ૭૪,૦૦૦ કિલોગ્રામથી વધુના પેલોડ લઈ જઈ શકે છે. 

મહત્ત્વનું એ છે કે સી-૧૭ ગ્લોબમાસ્ટર અમેરિકી એરફોર્સનું સૌથી મજબૂત અને વિશ્વાસપાત્ર ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે. ભારતની પાસે પણ એરક્રાફ્ટ ઓછામાં ઓછી ૧૦ની સંખ્યામાં હાજર છે. તેની કિંમત ૨૧૭ મિલિયન ડોલર પ્રતિ વિમાન છે, જે ૯૪૯ કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ગતિએ ઉડાન ભરી શકે છે. 

સી-૧૭ ગ્લોબમાસ્ટરની તુલનામાં સ્પેસએક્સ એક હાઈ-સ્પીડ રોકેટ બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે, જે ૧૨,૦૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ઉડાવવામાં સક્ષમ હશે. તેનો મતલબ છે કે આ રોકેટ એકવારમાં સી-૧૭ ગ્લોબમાસ્ટરની બરાબર કાર્ગો ઉઠાવીને અમેરિકામાં ફ્લોરિડાથી અફઘાનિસ્તાનની યાત્રા માત્ર એક કલાકમાં પૂરી કરવા સક્ષમ હશે.

એક બીજી કંપની એક્સપ્લોરેશન આર્કિટેક્ચર કોર્પોરેશન (XARC) પણ અમેરિકા સેના માટે એક ઉચ્ચ ગતિ રોકેટ બનાવવા માટે એલોન મસ્કની સ્પેસએક્સની સાથે આ પરિયોજના પર કામ કરશે. સપ્ટેમ્બરમાં સ્પેસએક્સે અમેરિકી અંતરિક્ષ દળની સાથે એક સમજુતી પર હસ્તાક્ષર કર્યા હતા જેથી તે રાષ્ટ્રીય સુરક્ષા પેલોડ લઈ જવા માટે રોકેટનો ફરી ઉપયોગ કરી શકે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here