નવા વર્ષે કિમ જોંગે અમેરિકા પર કાઢી બડાશઃ નવાં હથિયારો બનાવવાની આપી ધમકી

Korea North Supreme leader Kim Jong-un. (File Photo: IANS)

પ્યોંગયાંગઃ નોર્થ કોરિયાના તાનાશાહ શાસક કિમ જોંગે નવા વર્ષે જ અમેરિકા પર બડાશ કાઢી છે. ગયા વર્ષે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મુલાકાત બાદ પોતાના દેશના પરમાણુ કાર્યક્રમ પર રોક લગાવવાની જાહેરાત કરી હતી, પણ વર્ષ પૂરું થતાં જ તેમણે પોતાની નીતિ બદલી નાખી છે. સમાચાર એજન્સીના અહેવાલ પ્રમાણે, કિમ જોંગે પોતાની પાર્ટીના સિનિયર નેતાઓ સાથે બેઠક યોજી છે, જેમાં અમેરિકા સાથેના સંબંધો પર વાત થઈ હતી. નોર્થ કોરિયાએ અમેરિકા સાથે વાતચીત માટે અપીલ કરી છે, પણ અમેરિકાએ એનો કોઈ જવાબ આપ્યો નથી. હવે ભડકેલા કિમ જોંગે કહ્યું છે કે અમેરિકા અમારી સાથે ગેંગસ્ટર જેવો વ્યવહાર કરી રહ્યું છે. તે ઇચ્છે છે કે અમે તેમના ઇશારે કામ કરીએ, પણ હવે દુનિયા અમારાં નવાં હથિયારો જોશે, જે ઐતહાસિક હશે.