નવા વર્ષની ઊજવણી વચ્ચે વિશ્વમાં કોરોનાનો વિસ્ફોટઃ ૩૦ લાખ કેસ નોîધાયા

 

નવી દિલ્હીઃ સમગ્ર દુનિયામાં કોરોનાકાળ પછી પહેલી વખત નિયંત્રણો વિના નવા વર્ષ ૨૦૨૩ને આવકારવા માટે ભવ્ય ઊજવણીઓ થઈ. દરેક દેશમાં નવા વર્ષને ઊજવવા માટે લાખો લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ વિના રસ્તા પર ઉતરી આવ્યા હતા. પરંતુ દુનિયાને કોરોના નિયંત્રણો હટાવવા ભારે પડી શકે છે. છેલ્લા સાત દિવસમાં દુનિયાભરમાં કોરોના વિસ્ફોટ થયો છે અને ૩૦ લાખથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે ૧૦,૦૦૦નાં મોત થયા હતા. આ સમયમાં કોરોનાની સૌથી ગંભીર સ્થિતિ જાપાનમાં જોવા મળી હતી.

ક્રિસમસ અને નવા વર્ષની ઊજવણી પછી જાપાન, દક્ષિણ કોરિયા, અમેરિકા, બ્રાઝિલમાં કોરોના બેલગામ થઈ ગયો છે. સમગ્ર દુનિયામાં છેલ્લા ૭ દિવસમાં ૩૦ લાખથી વધુ કેસ સામે આવ્યા છે અને ૯૮૪૭ લોકોઍ જીવ ગુમાવ્યો છે. જોકે, આ સમયમાં કોરોનાની સૌથી ગંભીર અસર જાપાનમાં જોવા મળી છે, જ્યાં ૭ દિવસમાં કોરોનાથી ૨૧૮૮ લોકોના મોત થયા છે.

કોરોનાના આંકડા પર નજર રાખતી સંસ્થા દ્વારા દુનિયામાં સાત દિવસમાં કોરોનાના ૩૦,૪૪,૯૯૯ કેસ સામે આવ્યા છે જ્યારે ૯,૮૪૭ લોકોઍ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન ૨૫,૪૫,૭૮૬ લોકો સાજા પણ થયા છે. છેલ્લા સપ્તાહમાં જાપાનમાં કોરોનાના ૧૦ લાખ કેસ નોંધાયા હતા, જ્યારે ૨૧૮૮ લોકોનાં કોરોનાથી મોત નીપજ્યાં છે. અહીં કોરોનાના કેસમાં ૭ ટકાનો વધારો થયો છે. ઍ જ રીતે દક્ષિણ કોરિયામાં પણ કોરોનાના કેસ ૧૧ ટકાથી વધુ વધ્યા છે. અહીં ૭ દિવસમાં કુલ ૪,૫૭,૭૪૫ કેસ સામે આવ્યા જ્યારે ૪૨૯ લોકોનાં મોત થયા હતા.

અમેરિકામાં ફરી ઍક વખત કોરોના વિસ્ફોટ થયો છે, જ્યાં ૭ દિવસમાં કોરોનાના ૨,૧૨,૦૨૬ કેસ મળ્યા હતા, જ્યારે ૧૨૩૯ લોકોનાં મોત થયા હતા. બ્રાઝિલમાં ૭ દિવસમાં ૧,૮૫,૯૪૭ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૧,૦૧૫ લોકોઍ જીવ ગુમાવ્યો છે. ચીનના પડોશી દેશ તાઈવાનમાં પણ ૧,૮૫,૯૪૭ કેસ મળ્યા છે. આ દરમિયાન ૧૭૪ લોકોનું કોરોનાના કારણે મોત થયું છે. હોંગકોંગમાં ૨૯૧ લોકોના મોત થયા છે અને ૧,૬૪,૧૮૨ નવા કેસ મળ્યા છે.

પૂર્વ ઍશિયાના દેશોમાં કોરોના વકર્યો છે ત્યારે યુરોપમાં ફરી ઍક વખત કોરોના મહામારી માથું ઊંચકી રહી છે. યુરોપમાં જર્મની (૧,૫૭,૯૨૮), ફ્રાન્સ (૧,૪૭,૫૮૪), આર્જેન્ટિના (૭૨,૫૫૮), ઈટાલી (૬૭,૨૨૮)માં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્ના છે. જર્મનીમાં ૭ દિવસમાં ૬૯૭ લોકોઍ જીવ ગુમાવ્યો છે. ફ્રાન્સમાં ૮૦૮, ઈટાલીમાં ૪૩૦નાં મોત નીપજ્યાં છે. ઓસ્ટ્રેલિયામાં કોરોનાના ૪૬,૪૩૯ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૦૬ લોકોઍ જીવ ગુમાવ્યો છે.

ચીનમાં ઝીરો કોવિડ પોલિસી હટ્યા પછી કોરોનાઍ હાહાકાર મચાવ્યો છે. ચીનની સ્વાસ્થ્ય સિસ્ટમ અત્યંત ખરાબ રીતે અસરગ્રસ્ત થઈ છે. હોસ્પિટલોમાં ભારે ભીડના કારણે બેડ બચ્યા નથી. ત્યાં સુધી કે કોરોના સંક્રમિત હોવા છતાં ડોક્ટરો અને હેલ્થ કર્મચારીઓઍ કામ પર આવવું પડી રહ્નાં છે. કોરોનાથી હજારો લોકો જીવ ગુમાવી રહ્ના છે. સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર માટે લાંબું વેઈટિંગ ચાલી રહ્નાં છે. સ્થિતિ આટલી ખતરનાક હોવા છતાં ચીન દુનિયાથી કોરોનાના આંકડા છુપાવી રહ્નાં છે. બ્રિટન સ્થિત ઍક સ્વાસ્થ્ય ડેટા કંપનીના રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીનમાં દરરોજ લગભગ ૯,૦૦૦ લોકોના મોત થઈ રહ્ના છે. ચીનમાં ડિસેમ્બરમાં કોરોનાથી મરનારાની કુલ સંખ્યા ઍક લાખ નજીક પહોંચી છે. વધુમાં રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીનમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧૮.૬ કરોડ કેસ મળ્યા છે. જાન્યુઆરીના મધ્ય સુધીમાં ચીનમાં સ્થિતિ વધુ કથળવાની આશંકા છે. દરરોજ ૩૭ લાખ કેસ સામે આવી શકે છે તેમ નિષ્ણાતો કહે છે.