નવજોત સિંહ  સિધ્ધુએ વિવાદાસ્પદ નિવેદન કરી ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કર્યો, એટલે એની સામે ચૂંટણી પંચ કાર્યવાહી કરે આવી માગણી

0
745

કોંગ્રેસના જાણીતા નેતા અને ભૂતપૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિધ્ધુએ બિહારના કટિહારમાં જનમેદનીને સંબોધતાં કહ્યું હતું કે, મુસ્લિમો એક થઈને માત્ર કોંગ્રેસના ઉમેદવારને જ મત આપે, તેમના મત વહેચાવા ન જોઈએ. નવજોત સિંહ સિધ્ધુના આ વિવાદાસ્પદ નિવેદનની ચૂંટણી પંચ દ્વારા નોંધ લેવામાં આવી હતી. ચૂંટણી અધિકારી અમિત કુમાર પાંડેએ આની નોંધ લીધી હતી અને સ્થાનિક ઓફિસર પાસે ભાષણની સીડી માગી હતી. નવજોત સિધ્ધુએ પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, હું તમને બધાને ચેતવવા માટે આવ્યો છું. મુસ્લિમ ભાઈઓ તમારી વસ્તી અહીં 64 ટકા છે. તમે મારી પાઘડી છો. તમે પંજાબ આવો છો, ત્યારે તમને ભરપૂર પ્રેમ મળે છે. પણ અહીં આ લોકો તમારો પ્રેમ વહેંચી રહ્યા છે. આ લોકો અસદુદી્ન ઔવેસી જેવા નેતાઓને ઊભા કરીને તમારા મતોનું વિભાજન કરાવવા માગે છે. જો તમે બધા એક થયા તો બાજી પલટાઈ જશે. બધા એકઠા મળીને મોદીને બોન્ડ્રીની બહાર કરી દો.  

બિહારની લોકસભાની ચૂંટણી કુલ 7 તબક્કાઓમાં થઈ રહી છે. બિહારમાં લોકસભાની 40 બેઠકો છે. 11 એપ્રિલે લોકસભાની 4 બેઠકો માટેનું મતદાન પતી ગયું છે