નવજોત સિંઘ સિધ્ધુથી નારાજ થયા છે પંજાબના મુખ્યપ્રધાન અમરિ્ન્દર સિંધ અને તેમના સાથીદારો …

0
878

 

આજકાલ નવજોત સિંધ સિધ્ધુ પ્રમાણભાન રાખ્યા વિના આતવારે ને છાશવારે નિવેદનો કરતા રહે છે. નિવેદનોમાં તેમની બાલિશતા છતી થતી રહે છે.. તાજેતરમાં તેમણે  કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને પોતાના કેપ્ટન ગણાવ્યા હતા. આથી પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંઘને માઠું લાગ્યું હતું. તેઓ સિ્ધ્ધુના નિવેદનથી નારાજ થયા હતા. હવે નવજોત સિંધ સિધ્ધુ અમરિન્દર સિંહને મનાવવાના પ્રયાસો કરી રહયા છે. તેઓ કહે છેઃ અમરિન્દર સિંહ તો મારા પિતા સમાન છે. તેમની સાથે મળીને હું બધાજ વિવાદ અને ગેરસમજણનો નીવેડો લાવી દઈશ. અમરિન્દર સિંહના નિકટના પ્રધાનો અને અન્ય કાર્યકરો સિધ્ધુ સામે સખત પગલાં લેવાની તરફેણ કરી રહયા છે. જોકે નવજોત સિંધ સિધ્ધુ કોઈની માફી માગવાના મુડમાં નથી. પંજાબના રાજકારણમાં નવજોત સિંધ સિધ્ધુના વિરોધીઓ વાતનું વતેસર કરીને સિધ્ધુજીને બોધપાઠ ભણાવવા માગે છે…