નરેશ પટેલનો ખોડલધામથી રાજકારણમાં પ્રવેશ

 

સુરતઃ ખોડલધામના નરેશ પટેલ રાજકરણમાં પ્રવેશ લેશે કે નહિ અને લેશે તો ક્યાં પક્ષમાં જોડાશે એવી ચર્ચાને ૧૦૦ દિવસ પૂરા થયા. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષના ટોચના નેતાઓને મળ્યા પછી પણ નરેશ પટેલ કોઈ એક નિર્ણય પર આવતા નથી. જોકે એક તદ્દન નવી વાત એ આવી છે કે નરેશ પટેલ ના કોંગ્રેસમાં જોડાશે કે ના ભાજપમાં. ઉલટાનું તેઓ પોતાના પુત્ર શિવરાજને સત્તાધારી ભાજપમાં આગળ કરી તેને ચૂંટણી જીતવામાં મદદ કરશે. 

સૌરાષ્ટ્ર અને સુરતમાં ભાજપને વધુ બેઠકોની જવાબદારી લઈ તેને સારી રીતે નિભાવે તો તેમના માટે દિલ્હી દરબારમાં પણ સ્થાન બની શકે છે, એવું આધારભૂત સૂત્રો જણાવે છે. વડીલો અને સમાજના નજીકના લોકોએ કહી રહ્યાં છે કે રાજકારણમાં જોડાવવું હોય તો ખોડલધામમાંથી રાજીનામું દેવું પડશે. જોકે વડીલોની સલાહના સામા પૂરે ન તરી નરેશ પટેલ રાજકારણમાં ન પણ જોડાઇ એવું પણ ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. ગુજરાતમાં મજબૂત સત્તા પક્ષમાં જોડાઇ જાય, પણ નરેશ પટેલે જાહેરાતમાં મોડું કરી દીધું હોવાથી આખી વાત જ હવે જાણે બેચરાઈ ગઈ છે. એટલે અંતિમ દાવ રમવા માટે નરેશ પટેલ સરવેને હાથો બનાવી ક્યાંય ન જોડાઇને દીકરા શિવરાજને ભાજપમાંથી ટિકિટ અપાવી પોતે અન્ય સીટમાં ભાજપને બારોબાર મદદ કરે એવા સંજોગો દેખાઈ રહ્યાં છે. છેલ્લા ત્રણેક મહિનાથી નરેશ પટેલની રાજકારણ એન્ટ્રી અંગે દરરોજ નવી નવી ચર્ચાઓ વહેતી થઈ છે. નરેશ પટેલ કોંગ્રેસનો મુખ્યમંત્રીનો ચહેરો બનશે એવી વાતો વચ્ચે પ્રવર્તમાન સ્થિતિમાં કોંગ્રેસને બદલે આપમાં જોડાશે એવી વાતો વહેતી થઈ છે