નરેન્દ્ર મોદી મોંઘવારી પર કેમ બોલતા નથી : મમતા બેનરજી

 

 

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં એક તરફ કોલકાતાનાં બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનરજી પર પ્રહારો કર્યા હતા, તો બીજી તરફ સિલીગુડીમાં ઈંધણ ભાવ વધારાના વિરોધમાં રાંધણગેસના બાટલા તેમજ મહિલાઓ સાથે પગપાળા કૂચ કરતાં મમતાએ મોદી પર પ્રહાર કર્યા હતા. બંગાળના મુખ્યમંત્રીએ એક તીરથી બે  નિશાન સાધતાં પગે કૂચ કરીને મોદી પર પ્રહાર કર્યા હતા તો બીજી તરફ મહિલાઓને સાથે રાખીને મહિલા દિવસ પહેલાં મહિલા મતદારોને આકર્ષવાની કોશિષ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપવો જોઈએ કે, પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસના ભાવ શા માટે વધે છે. મોદી માત્ર ભાષણ આપે છે, તેવા પ્રહાર મમતાએ કર્યા હતા. બંગાળી વાઘણે કહ્યું હતું કે, મોદી કહે છે બંગાળમાં પરિવર્તન થશે પરંતુ હું કહેવા માંગું છું કે, કેન્દ્રમાં પરિવર્તન થશે, મોદીની ખુરશી જશે.

વડા પ્રધાન કહે છે કે, બંગાળમાં મહિલાઓ સુરક્ષિત નથી પરંતુ હું કહીશ કે ગુજરાત, ગોવા, ઉત્તરપ્રદેશ સહિત ભાજપ શાસિત રાજ્યોમાં મહિલાઓની સ્થિતિ ખરાબ છે, તેવો આક્ષેપ તેમણે કર્યો હતો. ભાજપની સરકાર રાંધણગેસના ભાવ વધારીને લોકોને લૂંટી રહી છે. મોંઘવારીનો માર મહિલાઓને ખૂબ સહન કરવો પડી રહ્યો છે, તેવા પ્રહારો બેનરજીએ કર્યા હતા. વિશાળ સંખ્યામાં મહિલાઓ મમતાની પેદલમાર્ચમાં જોડાઈ હતી. મોદી બંગાળમાં છે. અમે આ રેલીથી મોંઘવારી મુદ્દે તેમને સવાલ કરી રહ્યા છીએ, જવાબ આપે તેવો પડકાર મમતાએ ફેંકયો હ