નરેન્દ્ર મોદી આગામી 30મેના દિવસે વડાપ્રધાનપદના શપથ ગ્રહણ કરશે

0
897

નરેન્દ્ર મોદી સતત બીજી ટર્મ માટે વડાપ્રધાન બનશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમને તેમજ તેમની કેબિનેટના અન્ય પ્રધાનોને હોદા્ના શપથ લેવડાવશે. આ પ્રધાન મંડળમાંઅનેક રીતે ફેરફાર કરાશે એવું માનવામાં આવી રહ્યું છે.

   રાજકીય  પંડિતો એવી ધારણા રાખી રહ્યા છે કે ભાજપના વરિષ્ઠ નેતા  અને કેન્દ્રીય નાણાંપ્રધાન અરુણ જેટલીની તબિયત નાદુરસ્ત રહેતી  હોવાથી તેમને પ્રધાનમંડળમાં શામેલ નહિ કરવામાં આવે. અરુણ જેટલી સરકારમાં નહિ જોડાય, પરંતુ અન્ય રીતે તેમની સેવાઓનો ઉપયોગ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, નાણંખાતું પીયૂષ ગોયલને સોંપવામાં આવશે.ગત વરસે અરુણ જેટલીની ગેરહાજરીમાં પીયૂષ ગોયલે જ નાણાં ખાતુ સંભાળ્યું હતું, તેમજ વચગાળાનું બજેટ પણ સંસદમાં પેશ કર્યું હતુ. પીયૂષ ગોયલ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. , તેઓ ભૂતપૂર્વ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર પણ છે. અરુણ જેટલી એકાદ વરસથી બીમાર રહે છે. મોદી કદાચ એમને કોઈ હોદો્ નહિ આપે એવું ય બને. એવી પણ સંભાવના છેકે ભાજપના પ્રમુખ અમિત શાહે બન્ને વખતની લોકસભા ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવ્યો છે. તેમના નેતૃત્વમાં ભાજપને વિક્રમજનક સફળતા અને જીત મળી હોવાથી તેમને કબિનેટમાં અવશ્ય સમાવી લેવાશે અને તેમને કોઈ નોંધપાત્ર ખાતું જ અપાશે. તેઓ ગાધીનગરની લોકસભા બેઠક પરથી પાંચ લાખથી વધુ મતોની સરસાઈથી વિજયી બન્યાં છે.  

  શરૂઆતમાં માનવસંસાધન ખાતુ સંભાળનારા સ્મૃતિ ઈરાનીને ત્યારબાદ ટેક્સટાઈલ્સ ખાતાનો અખત્યાર સોંપવામાં આવ્યો હતો. અમેઠી બેઠક પરથી ચૂંટણી લડીને કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને હરાવનારાંપ્રભાવશાળી મહિલા સાંસદ સ્મૃતિ ઈરાની પાસેથી સરકાર અને લોકો વધુ અપેક્ષા રાખ સ્મૃતિ ઈરાનીએ પોતાની યોગ્યતા અને કાબેલિયત પુરવાર કરી છે. સંસદમાં તેમનું વકતવ્ય ભલભલા સાંસદોને ચૂપ કરાવી દે છે. ગત સરકારમાં રોડ,ટ્રાન્સપોર્ટ અને હાઈવે, શિંપિંગ, જળસંસાધન ખાતું સંભાળનારા નીતિન ગડકરીની પ્રશંસા તો એમના ટીકાકારો તેમજ વિરોધપક્ષના નેતાઓ પણ કરે છે..તેઓએ દેશભરના રસ્તાઓની સિકલ બદલી નાખી છે.. માર્ગ પરિવહનને વધુ સરળ બનાવવા માટે હાઈવે અને રોડને વ્યવસ્થિત કરવા માટે નીતિન ગડકરીએ ખૂબ જ જહેમત ઊઠાવી હતી. ગડકરીને આ નૂતન પ્રધાનમંડળમાં નરેન્દ્ર મોદી વધુ મહત્વની જવાબદારી સોંપશે એનું માનવામાં આવી રહ્યું છે.

    એજ રીતે ભાજપના મહામંત્રી રામ માધવ, રાજસ્થાનના  માજી મુખ્યપ્રધાન વસુંધરા રાજે અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને પણ કેબિનેટમાં સમાવવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. નરેન્દ્ર મોદી નીતિ આયોગમાં પણ ફેરપઆર કરશે એવું મનાય છે.