નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતો માટે નવું રાહતપેકેજ ટૂંક સમયમાં લાવી રહી છે.

0
729

મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકાર દેશના તમામ કિસાનો માટે મોટા પ્રસ્તાવો ભરેલું પેકેજ લાવી રહી છે. નાના તેમજ દૂર દૂરના વિસ્તારોમાં રહેનારા ખેડૂતોને નાણાકીય રાહત આપવા માટે આવક સહાયતા યોજના આવી રહી છે. વ્યાજમુક્ત લોન, સિકયુરિટી વિના લોન -વગેરે વિવિધ પ્રકારની સહાયતાઓનું આકર્ષક પેકેજ નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોને ભેટ ધરીને ભાજપ માટે વોટની સિક્યોરિટી મેળવી લેવાનો આખરી દાવ ખેલી  રહી છે. આ આકર્ષક પ્રસ્તાવોવાળા પેકેજની જાહેરાત દેશના રાષ્ટ્રીય બજેટમાં કે તેની અગાઉ થવાની સંભાવના છે.