નરેન્દ્ર મોદીની સત્તાના ૨૦ વર્ષ પૂર્ણ

 

ભોપાલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મધ્યપ્રદેશમાં સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ‘મધ્યપ્રદેશ ગજબ છે અને દેશનું ગૌરવ પણ સાથે મધ્યપ્રદેશમાં ગતિ પણ છે. અહીં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં પ્રદેશની જનતાના હિતમાં યોજનાઓને જમીન પર ઉતારવા માટે દિવસ-રાત એક કરીને સારી રીતે લાગુ કરવામાં આવી છે. મને સંતોષ છે કે, આર્થિક નબળા લોકોને પોતાની જમીનનો માલિકી હક સરળતાથી મળે છે. નરેન્દ્ર મોદીને સત્તામાં સાતમી ઓક્ટોબરે વીસ વર્ષ પૂર્ણ થયા છે. ૨૦૦૧ની સાતમી ઓક્ટોબરે ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું અને રાજ્યના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. ૧૩ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા બાદ ૨૦૧૪ની ૨૬મી મેના તેઓ દેશના વડા પ્રધાન બન્યા આમ સત્તામાં ૭૩૦૬ દિવસ ગાળી ચૂક્યા છે.