નરેન્દ્ર મોદીની નીતિ અને નેતાગીરી બાબત કોઈએ શંકા ના કરવી જોઈએ – યોગગુરુ બાબા રામદેવ

0
629

 

રાજસ્થાન, મધ્યપ્રદેશ,છત્તીસગઢ, તેલંગાણા સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ઘોર પરાજય થયો હોવાથી હાલમાં ચારેકોર નરેન્દ્ર મોદી એને ભાજપના પ્રમુખ અમિત શાહની ટીકાઓ થઈ રહી છે. મોદી મેજિક ઓસરી ગયું  છે. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને ભાજપની પ્રતિષ્ઠાના હવે વળતા પાણી થયાની વાતો ફેલાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં એક સમારંભમાં વકતવ્ય આપતાં યોગગુરુ બાબા રામદેવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યનિષ્ઠાની સરાહના કરી હતી. તેમણે કહ્યું હતું કે, મોદીની નિષ્ઠા અને નીતિઓ બાબત કોઈએ શંકા કરવી જોઈએ નહિ. મોદીએ લોક- કલ્યાણની અનેક યોજનાઓ શરૂ કરાવી છે. તેઓ કદી વોટ-બેન્કનું રાજકારણ રમ્યા નથી.