નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ભાજપનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે…

1
774

 

વડાપ્રદાન નરેનદ્ર મોદીના શાસનકાળને  ચાર વરસનો સમય પૂર્ણ થયો છે. આ ચાર વરસ દરમિયાન નરેન્દ્રભાઈએ ભારતીય જનતા પક્ષને જે માન અને મોભો અપાવ્યો છે તે  ખરેખર અકલ્પનીય છે. મોદીના શાસન દરમિયાન દેશમાં 21 ચૂંટણી યોજાઈ છે. દેશના 14 રાજ્યોમાં ભાજપે જીત મેળવી છે. ભાજપે મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, જમ્મુ- કાશ્મીર, આસામ, ઉત્તરપ્રદેશ, ઉત્તરા ખંડ, મણિપુર, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશમાં સુરક્ષા અને વિકાસ નવો માહોલ સર્જ્યો છે. હાલમાં એટલે કે 2018ના વરસમાં દેશની સૌથી જૂની અને મોટી રાજકીય પાર્ટી કોંગ્રેસ પાસે કુલ 727 વિધાનસભ્યો છે. જયારે ભાજપ દેશના જુદા જુદા રાજ્યોની વિધાનસભાઓના કુલ મળીને 1558 વિધાનસભ્યો ધરાવે છે. નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન રાષ્ટ્રના આમ લોકો  માટે અમલમાં મૂકવામાં આવેલી વિકાસ યોજનાઓથી અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું