નરેન્દ્ર મોદીના વહીવટીતંત્ર દ્વારા મારી ખામી શોધવા 400 જેટલી ફાઈલો જોવામાં આવી હતી. કોઈ પણ ગેરરીતિ પકડવામાં આવી નથી. મારી સરકારની પ્રામાણિકતાનો પુરાવો મોદી સરકાર દ્વારા આપી દેવાયો છેઃ અરવિંદ કેજરીવાલ

0
747
(Photo: IANS)

આમ આદમી પાર્ટીના સંયોજક તેમજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, છેલ્લા 3 વરસના સમયગાળામાં તેમના દરેક નિર્ણયની કેન્દ્ર સરકાર દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. જોકે મોદી સરકાર દ્વારા તલસ્પર્શી તપાસ અને ચકાસણી કરાઈ હોવા છતાં અમારી સરકારના કામમાં કોેઈપણ પ્રકારની ગેરરીતિ દેખાઈ નથી. અમારી આમ આદમી પાર્ટી સરકારની પ્રામાણિકતાનો આ પુરાવો છે. આમ આદમી પાર્ટીના છઠ્ઠા સ્થાપના દિને પોતાના પક્ષના કાર્યકરોને સંબોધતા કેજરીવાલે કહ્યું હતું કે, આ 3 વરસના મારા શાસનકાળ દરમિયાન કોઈ ગેર રીતિ આચરવામાં આવી છે કે નહિ તેની જાંચ તપાસ કરવા માટે મારા વહીવટીતંત્રની આશરે 400 જેટલી ફાઈલોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. પરંતુ એમને કશું ખોટું કયાનો પુરાવો મળી શક્યો નહિ. એનો અર્થ એ થાય છે કે મેં ઈમાનદારીથી વહીવટ ચલાવ્યો છે અને મોદી સરકારની તપાસ એનો પુરાવો છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાનપદે રહીને 12 વરસના સમયકાળમાં જેટલું કાર્ય કર્યું હતું , તેટલું મેં મારા 3 વરસના શાસનકાળમાં દિલ્હીમાં કરીને બતાવ્યું છે્. હાલમાં દેશના બંધારણ ઉપર જોખમ છે્. આ જોખમ કોઈ એક રાજકીય પક્ષ દૂર કરી શકે એમ નથી. એટલે બધા પક્ષોએ એક થઈને એનો સામનો કરવો જોઈએ.