નયના સોપારકરે આશરે 45થી વધુ શો ક્યુરેટ કર્યા છે.

નયના સોપારકર

અમદાવાદમાં જાણીતા કલાતીર્થ અમદાવાદની ગુફા ખાતે પ્રખ્યાત સ્કલ્પચર આર્ટીસ્ટ નયના સોપારકરનો હમ સબ જોકર હૈ. શીર્ષક પર શો યોજાયો હતો. પેપર ક્લેમાંથી કલાત્મક રીતે તૈયાર કરાયેલ આકર્ષક જોકરોની વિવિધ( પચાસ) અદાઓમાં જોકરની પ્રસ્તુતિ અદભૂત હતી. જીવનમાં હળવાશ, રમતિયાળપણું, ધીંગામસ્તી જેવા વિષયોને નયના સોપારકરે પોતાનાં સર્જનમાં વણ્યાં છે. અત્યાર સુધીમાં પાંચ સોલો શો કરી ચુકેલાં નયના સોપારકરે આશરે 45થી વધુ શો ક્યુરેટ પણ કર્યા છે.