નડિયાદ શ્રી દશા શ્રીમાળી વણિક મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા બોડી ચેક અપ કાર્યક્રમ

 

નડિયાદઃ શ્રી દશા શ્રીમાળી વણિક મહિલા ઉત્કર્ષ મંડળ નડિયાદ દ્વારા બોડી ચેક અપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે નવરાત્રિ ગરબા કાર્યક્રમમાં હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કારોબારી સભ્યોએ મા અંબાની આરતી, સ્તુતિ કરીને સભ્યદીઠ લહાણીનું આયોજન કર્યું હતું.

નડિયાદ લાઈફ લાઈન લેબોરેટરી દ્વારા મહિલા મંડળના સભ્યોનું સહપરિવાર જેમને નામ નોંધાવેલ તેમનું બોડી ચેક અપ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દાતા ડો. સુધાબહેન ભરતભાઈ શાહ તથા ડો. ભરતભાઈ એચ. શાહ ( શ્લ્ખ્)ના સહયોગથી આરોગ્યને લગતો બોડી ચેક અપનો બીજો પ્રોજેક્ટ પ્રાપ્ત થયો. આ સુંદર કાર્યક્રમની માહિતી તેજસભાઈ શાહે નટવરલાલ શંકરભાઈ પરીખ (શ્લ્ખ્)ને આપતા તેમના તરફથી બોડી ચેક અપ કાર્યક્રમમાં નામ નોંધાવેલ સભ્યોને ટોકન ફંડ તથા આગામી કાર્યક્રમ કાર્ડિયોગ્રામ, સોનોગ્રાફી, મોનોગ્રાફીનાં પ્રોજેક્ટનું ટોકન પણ સભ્યોને પરત આપવા માટે નટવરભાઈ પરીખ તરફથી અનુદાન પ્રાપ્ત થયેલ છે. કાર્યક્રમના અંતમાં સૌ જ્ઞાતિજનોને ચા, કોફી, બિસ્કીટ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ નયનાબહેન અરૂણભાઈ શાહના માધ્યમથી યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કમલભાઈ શાહે સુચારુ રીતે કર્યુ હતું. અને સૌ જ્ઞાતિજનોને માસ્કનું વિતરણ કર્યુ હતું.

શ્રી દશા શ્રીમાળી વણિક મહિલા ઉત્કર્ષ મંડળના પ્રમુખ મિતાબહેન શાહ તથા સેક્રેટરી જલ્પાબહેન મોદી દ્વારા કાર્યક્રમની શરૂઆતથી અંત સુધી સમગ્ર કારોબારી સભ્યોનાં અથાગ પરિશ્રમથી સુંદર રીતે કરવામાં આવ્યું હતું. બધા રિપોર્ટ જે આવ્યા તેની તપાસ જ્ઞાતિના જ ડોક્ટર કુશલભાઈ પરીખ દ્વારા નિદાન કરવામાં આવી હતી.