Home GUJARAT નડિયાદની મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ-કિડની હોસ્પિટલમાં બ્લેડર એક્સટ્રોફી રોગથી પીડાતાં બાળકોનો નિઃશુલ્ક...
નડિયાદની મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ-કિડની હોસ્પિટલમાં બ્લેડર એક્સટ્રોફી રોગથી પીડાતાં બાળકોનો નિઃશુલ્ક સર્જરી કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વિદેશથી આવેલા 16 ડોક્ટરોની ટીમે 15 બાળકોની વિનામૂલ્યે સર્જરી કરી માનવીય અભિગમ દર્શાવ્યો હતો. એસોસિયેશન ફોર ધ બ્લેડર એક્સટ્રોફી કોમ્યુનિટી (અમેરિકા)નાં પ્રેસિડન્ટ પામેલા બ્લોકે કિડની હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મહેશ દેસાઈને સંસ્થા તરફથી એવોર્ડ પ્રદાન કર્યો હતો. તસવીરમાં પ્રવચન કરતા ડો. મહેશ દેસાઈ. ડાયસ પર અમેરિકાથી આવેલા ડો. અસીમ શુક્લા અને ડો. પ્રમોદ રેડ્ડી તેમ જ પામેલા બ્લોક નજરે પડે છે. ( ફોટોઃ અકબર મોમિન)