
2002માં ગોધરા કાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણોના વિષય પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. પીઢ અભિનેતા નસીરુદી્ન શાહે આ ફિલ્મમાં એક ગવૈયાની ભૂમિકા ભજવી છે. નવોદિત અભિનેત્રી સહાના ગોસ્વામી અને નવાજુદી્ન સિદિ્કી પણ મહત્વની ભૂમિકા ભજવે છે. પોતાનો જીવ બચાવવા માટે પોતાનું ઘર છોડીને જતાં રહે છે. તેઓ જયારે પાછાં ફરે છે ત્યારે એમનું ઘર એમને કયાંય દેખાતું નથી, કારણ કે રમખાણોમાં તોફાનીઓએ એમનું ઘર સળગાવી દીધું હતું. અનેક કરુણ દ્રશ્યો અને રમખાણોનીા વરવી વાસ્તવિકતાને પેશ કરતી આ ફિલ્મમાં નસીરુદી્ન શાહનો અભિનય લાજવાબ છે.