ધ ફરગોટન આર્મી – કબીર ખાનની વેબ સિરિઝ : જેમાં સૈન્યના સૈનિકોએ આપેલાં બલિદાનોની વાત રજૂ કરાઈ છે.. 

0
98

 બજરંગી ભાઈજાન અને ટાઈગર અભી જિંદા હૈ – જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના નિર્દેશક કબીર ખાનની વેબ સિરિઝ ધ ફરગોટન આર્મીનું ટ્રેલર તાજેતરમાં રિલિઝ કરવામાં આવ્યું હતું. આ વેબ સિરિઝમાં મુખ્ય કલાકારો તરીકે સની કૌશલ અને શરવરી ભૂમિકા ભજવી રહ્યા છે. સંગીત પ્રીતમનું છે. ટ્રેલરમાં  એક સીનમાં એક સૈનિકની ભૂમિકા ભજવી રહેલા સની કૌશલનો ડાયલોગ છેઃ એક દિન હિંદુસ્તાન હમારી ઈસ કુર્બાની કો યાદ રખેગા. શાયદ સમજ નહિ પાયેગા, પર યાદ જરૂર રખ્ખેગા…

   આ સિરિઝમાં કુલ પાંચ એપિસોડ છે. નિર્માતાઓએ એ માટે કુલ 150 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. 

   નિર્દેશક કબીર ખાને જણાવ્યું હતું કે, ધ ફરગોટન આર્મી એક એવી સિરિઝ છે કે જેની કથાએ મને ભાવુક બનાવી દીધો હતો. આ વાર્તા મારા હદયની નિકટ છે. દેશની આઝાદી માટે , દેશથી ખૂબ દૂર રહીને સંઘર્ષ કરનારા, લડનારા વીર સૌનિકોની અણકહી વાતો આ  સિરિઝમાં રજૂ કરાઈ છે. આ સિરિઝમાં ચિત્રિત કરાયેલી કથા સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. દેશની આઝાદી માટે જાન કુરબાન કરનારા અનેક સૈનિકો હતા, એ વાત આપણે યાદ રાખવી જોઈએ.