ધ ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેકશન એક્ટઃ કાયદેસર નાગરિકત્વ માટે પાત્રતાથી વધુ વય થઈ હોય તો સીએસપીએ રક્ષણ આપી શકે છે

1
987

 

આપણે આજે ધ ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ (સીએસપીએ) વિશે વાતો કરીશું.
કાયમી નાગરિકત્વ માટે પાત્રતાથી વધારે વય થઈ ગઈ હોય તો તેમાંથી બાળકોને સીએસપીએ રક્ષણ આપી શકે છે?
વિઝા અરજીઓ માટે બેકલોગના કારણે અમેરિકી પ્રમખ જ્યોર્જ બુશે 2002માં ધ ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એકટ (સીએસપીએ) કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા. આ કાયદાનો અમલ થશે જ્યારે સગીર ઇમિગ્રેશન વિઝા માટે અથવા તો એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ માટે અરજી કરે છે, અને તે પ્રક્રિયા દરમિયાન તે 21 વર્ષની વયના થઈ ગયાં હોય. સામાન્ય રીતે, આ કાયદો ભૂતપૂર્વ બાળકને યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયમી નાગરિક બનવામાંથી અટકાવતો હતો. સીએસપીએને લાંબી પ્રક્રિયા ધરાવતા સમયગાળાની બાબતની ખબર છે અને સગીરોને સફળતાપૂર્વક નાગરિકો બનવા માટે વધુ સમય પૂરો પાડે છે. આપણા પરિવાર આધારિત ઇમિગ્રેશન વકીલો સીએસપીએ વિશે વધુ માહિતી આપે છે.
ઇમિગ્રેશન લો હેઠળ બાળક કોણ છે?
ફેડરલ લો અંતર્ગત, 21 વર્ષથી ઓછી વયની અપરિણીત વ્યક્તિ બાળક છે. ઘણાં અજાણ્યાં બાળકો જો પોતે યુએસ સિટિઝન અથવા પરમેનન્ટ રેસિડેન્ટનાં બાળક હોય તો ઇમિગ્રેશનના લાભો મેળવવા માગતાં હોય છે. તેમ છતાં, પરંપરાગત રીતે, બાળક જ્યારે 21 વર્ષનો થયો હોય અને ત્યારે તેની ઇમિગ્રેશન વિઝા માટેની અરજી હજી પણ પેન્ડિંગ હોય, ત્યારે તે યુવાન કે યુવતી ગ્રીન કાર્ડ માટે પોતાની પાત્રતા ગુમાવી બેસેે છે.
ધ ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેકશન એક્ટની અસર અમલી બનશે જ્યારે અજાણ્યો બાળક 2002 પછી ફાઈલ થયેલી પેન્ડિંગ અથવા મંજૂર થયેલી વિઝા પિટિશનનો લાભાર્થી હોય છે. જે વિઝા ઉપલબ્ધ હોય છે તે વર્ષમાં કાયમી નાગરિક બનવા માગતો હોય છે. જો સીએસપીએ અરજી કરે છે, ત્યારે અરજીકર્તાની વય સ્થગિત થઈ ગયેલી હોવી જોઈએ.
સ્થગિત તારીખની ગણતરી માટે, તમારે એ નક્કી કરવું જોઈએ કે ક્યારે વિઝાની સંખ્યા ઉપલબ્ધ હોય છે. વિઝા મંજૂર કરવા માટે તમારે બાળકની વયમાંથી યુએસસીઆઇએસ દ્વારા લેવામાં આવેલો સમય બાદ કરવો પડશે. આ ફોર્મ્યુલા અંતર્ગત જો બાળક 21 વર્ષથી ઓછી વયનો હોય, તેની વય સ્થગિત થઈ જશે અને સીપીએસએ બાળકોના હકોના રક્ષણ માટે અરજી કરશે. કાયદેસર કાયમી નાગરિકત્વ હાંસલ કરવા સરળ પદ્ધતિ અપનાવવા માટે અજાણ્યા સગીર બાળકના વાલીએ જેમ બને તેમ જલદીથી ઇમિગ્રેશન વકીલનો સંપર્ક કરવો જોઈએ.
યુએસ ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લો કઈ રીતે તમને, તમારા પરિવારને, તમારા મિત્રોને અસર કરી શકે છે તે વિશે વધુ માહિતી માટે તમે અમારા ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લોયર્સ અથવા એટર્નીઝ સાથે વાત કરી શકો છો, નાચમન ફુલવાની ઝિમોવેક (એનપીઝેડ) લો ગ્રુપ, પી. સી.   પર સંપર્ક કરી શકો છો અથવા 201-670-0006 (107) પર ફોન કરી શકો છો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here