‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને વિકૃત ફિલ્મ કહેવા બદલ ઇઝરાયેલે માફી માંગી

 

ઈઝરાયેલ: ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને વિકૃત અને પ્રોપેગેન્ડા ફિલ્મ ગણાવતા ઇઝરાયલી ફિલ્મ નિર્માતા નાદવ લેપિડના નિવેદન પર ઇઝરાયેલે માફી માંગી છે. ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને માટે ભારતની માફી માંગી છે. લેપિડના નિવેદન પર માફી માંગતા તેમણે કહ્યું કે તેઓ નાદવ લેપિડના નિવેદનથી શરમ અનુભવે છે. ઈઝરાયેલના રાજદૂતે ધ કાશ્મીર ફાઇલ્સની ટીકા બાદ નાદવ લેપિડને જાહેર પત્ર લખ્યો છે. ‘તમને શરમ આવવી જોઈએ’. તેમણે લેપિડને ટીપ્પણી કરવા બદલ ઠપકો આપ્યો અને ભારપૂર્વક કહ્યું કે ભારત અને ઇઝરાયેલની મિત્રતા ખૂબ જ મજબૂત છે અને તેમના નિવેદનથી તેમાં નુકસાન થશે નહીં. ઈઝરાયેલના રાજદૂતે કહ્યું, ‘ભારત અને ઈઝરાયેલની મિત્રતા ખૂબ જ મજબૂત છે. નાદવ લેપિડના નિવેદનથી કોઈ નુકસાન થશે નહીં. અમે આ નિવેદનથી શરમ અનુભવીએ છીએ અને તેના માટે અમારા યજમાનોની માફી માંગીએ છીએ.