ધ કપિલ શર્મા શો ટૂંક સમયમાં ફરી ટીવીના પરદે શરૂ થઈ રહ્યો છેઃ કપિલના ચાહકો માટે આનંદના સમાચાર….

 

       બોલીવુડ કે ટોલીવુડ- ટેલિવિઝનના પરદે હાસ્યના – કોમેડી, હયુમર માટેના કાર્યક્રમ બહુ જ નહીવત રજૂ થતા હોય છે.છેલ્લા કેટલાક વરસોમાં લોકોની રસ- રુચિ બદલાતી રહી છે. હવે હાસ્યને- કોમેડીને લોકો માણે છે, હાસ્ય કલાકારને પણ દર્શકો તરફથી આદર- સન્માન મળે છે. ગ્રેટ લાફટર ચેલેન્જ, કોમેડી સર્કસ જેવા શોને કારણે ટીવીના પ્રેક્ષકોમાં હાસ્ય અંગેની અભિરુચિમાં વધારો થયો છે. રાજુ શ્રીવાસ્તલ, સુનીલ ગ્રોવર, શારદા કીકુ , સુગંધા મિશ્રા, ભારતી અને કપિલ શર્મા- આ હાસ્ય- કલાકારોએ હવે કોમેડી કરીને મોટાભાગના હિન્દીભાષી ટીવી દર્શકોના હદયમાં સ્થાન મેળવી લીધું છે. સ્ટેન્ડ અપ કોમેડીનો કન્સેપ્ટ આપણી  મનોરંજનની દુનિયામાં હજી નવો છે. . પાશ્ચાત્ય જગતમાં સ્ટેન્ડ અપ કોમેડી નવો વિચાર તેની સ્વીકૃતિ – બન્ને વ્યાપકસ્તરે છે. પરંતુ આપણે હજી આ પ્રકારના હાસ્યથી કે એની પરિભાષાથી પરિચિત નથી. કપિલ શર્માએ શરૂ કરેલો આ હાસ્ય -શો ધ કપિલ શર્મા શોએ લોકોમાં ખૂબ પોપ્યુલારિટી હાંસલ કરી છે. કપિલ શર્મા સ્ટેન્ડ અપ કરીને સ્ટાર બની ગયો છે. કુશળ રજૂઆત કર્તા, – એન્કર , સંચાલકની સાથે સાથે એ હાજરજવાબી છે. , ચપળ છે, અભિનય કરતાં પણ એને આવડે છે ને કોમેડી માટે જરૂરી બે વસ્તુ  લાઈવલીનેસ- જીવંત, ચેતનવંતો અભિગમ અને ટાઈમિંગની સેન્સ – કે સૂઝ.. કોમેડિયન અથવા તો કોઈ પણ કલાકાર જે અભિનયમાં કે રજૂઆતમાં, સંવાદની અદાયગીમાં કે સંવાદ કરતી વખતે જો ટાઈમિંગ નું ભાન ના રાખે તો બધું નક્કામું. કપિલ શર્મા દર્શકોને બહુ સરળતાથી હસાવી શકે છે, એમનું મનોરંજન કરી શકે છે, એમને પોતાની વાકછટા કે વાતોથી અભિભૂત પણ કરી શકે છે. દર્શકોનેએક કલાકના શો દરમિયાન બહુ આસાનીથી જકડી રાખી શકે છે. કપિલ શર્માના શોની લોકો કાગડોળે રાહ જુએ છે. સહુના જીવનમાં તકલીફ છે, દુખ છે, ગમગીની છે, તણાવ છે ..ટેન્શન ને્ સ્ટ્રેસ છે- કપિલ શર્માનો શો એ દર્શકોને થોડી ક્ષણો માટે રિલેક્સ અનુભૂતિ કરાવે છે. હવે એક નવા ફોર્મેટ સાથે તેમજ નવી ટીમ સાથે કપિલ શર્માનો શો 21 જુલાઈથી પ્રસારિત કરવામાં આવી રહ્યો છે..