ધૂળની ઘુમરીઓમાં ઘેરાયું ઉત્તર ભારત

0
536

રાજસ્થાન અને બલુચિસ્તાન તરફથી આવતી ગરમ હવાને લીધે ઉતર ભારતનું હવામાન બાફભરેલું અને ધુંધળું બની ગયું છે. ધૂળ ભરેલી હવાથી રાજસ્થાન, દિલ્હી, હરિયાણા , ચંડીગઢ તેમજ પશ્ચિમી ઉતરપ્રદેશના વિસ્તારો વધુ પ્રભાવિત થયા છે. હવાઈ પરિવહનને પણ અસર થઈ છે. પ્રદૂષણને કારણે ઠંડીની મોસમમાં દિલ્હીમાં શ્વાસ લેવામાં તકલીફ પડે જ છે. પરંતુ એ પરિસ્થિતિ હવે ગરમીની ઋતુમાં બની રહી છે. ગાઝિયાબાદ, નોઈડામાં વાતાવરણ ગરમીથી ધખધખી રહ્યું છે. પ્રદૂષણ અને ગરમી – વાતાવરણ ધૂળયુક્ત – દિલ્હીમાં જીવવું આજકાલ ખૂબ દુષ્કર બની રહ્યું છે. રાજસ્થાનમાં સૂકું અને ધૂળિયું વાતાવરણ હોવાને કારણે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં રેતની ચાદરો પથરાઈ રહી છે.