ધી એક્સેલન્ટ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલની નીતિ પટેલ ઇન્ટરનેશનલ જંપ રોપમાં ભાગ લેવા અમેરિકા જશે


આણંદઃ ચોવીસ ગામ કેળવણી મંડળ સંચાલિત ધ એક્સેલન્ટ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ, વહેરામાં ધો. 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની નીતિ ગિરીશભાઈ પટેલ અમેરિકાના ફ્લોરિડાના ઓર્લાન્ડોમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય જંપ રોપ સ્પર્ધામાં ભારતનાં પ્રતિનિધિ તરીકે પસંદગી પામીને સ્પર્ધામાં ભાગ લેવા અમેરિકા જશે.
નીતિ પટેલે આવી ઝળહળતી સિદ્ધિ મેળવી ચોવીસ ગામ કેળવણી મંડળ, ચોવીસ ગામ પટેલ સમાજ, સમગ્ર શાળા પરિવાર અને ભારતનું પ્રતિનિધિત્વ કરી ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
ચોવીસ ગામ કેળવણી મંડળના દિનેશભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, રમણભાઈ પટેલ તેમ જ નટુભાઈ પટેલ અને શાળાના ડાયરેક્ટર ડો. દિવ્યેશ વ્યાસ સહિત સમગ્ર શાળા પરિવારે નીતિ પટેલને આ સ્પર્ધામાં સફળતા પ્રાપ્ત કરે એવી શુભેચ્છા પાઠવી છે.