ધામિર્ક સંસ્થાઓ, ધામિર્ક સ્થળો અને ધર્માદા સંસ્થાઓની જાળવણી, સફાઈ, સંપત્તિ તેમજ હિસાબ અંગે સર્વોચ્ચ અદાલતનો મહત્વનો આદેશ ..

0
1208
Supreme Court of India. (File Photo: IANS)

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે જિલ્લાના ન્યાયાધીશોને ફરમાન કર્યું હતું કે, ધાર્મિક અને ધર્માદા સંસ્થાઓ બાબત આમ  આદમીએ કરેલી ફરિયાદોની યોગ્ય ધોરણે તપાસ કરવામા આવે અને તેનો અહેવાલ હાઈકોર્ટને સોંપવામાં આવે. સુપ્રીમ કોર્ટનો આદેશ દરેક મંદિર, મસ્જિદ , ચચૅ તેમજ બીજી ધાર્મિક ધર્માદા સંસ્થાઓને પણ લાગુ પડશે. સોંપવામાં આવેલા અહેવાલને આધારે હાઈકોર્ટ યોગ્ય નિર્ણય લેશે. . સુપ્રીમ કોર્ટે હાલમાં ભારતમાં મોજૂદ ધામિૅક સ્થળોની સંખ્યાને લક્ષમાં રાખીને લીધો હતો. હાલ દેશમાં 20 લાખથી વધુ મંદિરો, 3 લાખ મસ્જિદો અને હજારોની સંખ્યામાં ચર્ચ છે. જોકે આ આદેશને કારણે અદાલતો પર કામનું ભારણ વધવાની સંભાવના છે. હાલ દેશમાં 3 કરોડ કેસ અદાલતમાં પેન્ડીંગ છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, અમારું ફરમાન બધા જ ધાર્મિક સ્થળો અને સંસ્થાઓને લાગુ પડશે. ધાર્મિકતાના આધારે તેમાં કોઈ ભેદભાવ નહિ કરવામાં આવે.