ધર્મ બદલો કે લગ્ન કરો, અનામતનો લાભ ખતમ ના થઇ શકેઃ કેરળા હાઈકોર્ટ

 

કોચ્ચીઃ અનામત મુદ્દે કેરળ હાઈકોર્ટે શકવર્તી ચુકાદો આપતા જણાવ્યું છે કે ધર્માંતરણ કરવાથી કે અનામતનો લાભ મળતો ન હોય તેવી વ્યક્તિ સાથે લગ્ન કરવાથી અનામતનો લાભ  મળતો બંધ ના થઈ શકે, ત્ત્યાં સુધી કે અનામતનો લાભ ધરાવતી વ્યક્તિને અનામતનો લાભ નહિ ધરાવતી વ્યક્તિ દત્તક લે તો પણ જે-તે વ્યક્તિ અનામતનો લાભ મેળવવા હકદાર છે. આવા લોકોનો અનામતનો અધિકાર ખતમ થતો નથી તેમ પણ કેરળ હાઈકોર્ટે જણાવ્યું હતું.

વકીલ ડી કિશોરના માધ્યમથી ઈડુક્કીના બેક્સી એ. એ. એક અરજી દાખલ કરીને અનામતનો લાભ મેળવવા માટે વિનંતી કરી હતી. આ અરજી પર વિચારણા કર્યા પછી કેરળ હાઈકોર્ટે તેના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો. અરજીમાં ઉડુંબંચોલાના તલાટીના બેક્સી એ.ને જાતિ પ્રમાણપત્ર આપવાનો ઈનકાર કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.

તલાટીએ જણાવ્યું હતું કે, બેક્સી એ. એ. લેટિન કેથોલિક સાથે સંબંધિત છે. તેણે ખ્રિસ્તી સિરોમાલાબાર સીરિયન કેથોલિક સંપ્રદાય સંબંધિત વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. તેથી તેને અનામતનો લાભ મેળવવા માટેનું જાતી પ્રમાણપત્ર આપી શકાય નહીં.

લોકસેવા આયોગ મારફત બેક્સી એ.ની નિમ્ન પ્રાથમિક વિદ્યાલયની શિક્ષિકા તરીકે નિમણૂંક થઈ હતી. નિમણૂંક પછી તેમણે જાતિ પ્રમાણપત્ર માટે અરજી કરી હતી. ૧૮ માર્ચે અપાયેલા ચુકાદામાં ન્યાયમૂર્તિ પીવી કુન્હીકૃષ્ણને કહ્યું કે બંને પક્ષોએ કબૂલ્યું કે આ મુદ્દો ૧૯૯૫ની પૂર્ણ બેન્ચના ચૂકાદા (કેરળ પટ્ટીકજાથી સંરક્ષણ સમિતિ અને અન્ય વિ. કેરળ રાજ્ય અને અન્ય) દ્વારા સંપૂર્ણપણે કવર કરી લેવાયો છે. આ સાથે કેરળ હાઈકોર્ટે તલાટીને તાત્કાલિક જાતી પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે ૨૦૧૮માં સુનીતા સિંહ વિરૂદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્યના કેસમાં પણ આ મુદ્દા પર વિચાર કર્યો હતો. કોર્ટે જાહેરાત કરી કે અરજદારને અનામતના લાભથી વંચિત રાખતા તલાટીના આદેશને રદ કરવામાં આવે છે. અરજદારે અનામતનો લાભ નહિ ધરાવતી જાતિના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હોવાથી તલાટીએ બક્સી એ.ને જાતિ પ્રમાણપત્ર આપવાનો ઈનકાર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here