અભિષેક કપૂર દ્વારા નિર્મિત ફિલ્મ કેદારનાથ વિવાદના વમળમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મ દ્વારા સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની તરુણ વયની પુત્રી સારા અલી ખાન હિન્દી ફિલ્મક્ષેત્રે પ્રવેશ કરી રહી છે. પણ હવે આ ફિલ્મ એના ટાઈટલને કારણે વિવાદમાં સપડાઈ છે એટલે એ કયારે રજૂ થશે એ નક્કી નથી. ધર્મા પ્રોડકશનના નેજા હેઠળ બની રહેલી ફિલ્મ ધડક જુલાઈ 2018માં પ્રદર્શિત કરવાની જાહેરાત કરણ જોહરે કરી દીધી છે. આ ફિલ્મમાં શ્રીદેવીની પુત્રી જાહનવી કપુર અને શાહીદ કપુરનો નાનો ભાઈ ઈશાન ખટ્ટર મુખ્ય ભૂમિકામાં રજૂ થઈ રહ્યા છે. બન્નેની આ ડેબ્યુ ફિલ્મ છે. આ દરમિયાન રોહિત શેટ્ટીએ ધર્મા પ્રોડકશન સાથે મળીને એકશન થ્રીલર સિંબા બનાવવાની જાહેરાત કરી દીધી છે. જેમાં હીરો રણવીર સિંહ છે. હવે આ સિંબામાં હીરોઈન બનવા માટે જાહનવી કપુર અને સારા અલી ખાન વચ્ચે સ્પર્ધા થઈ રહી છે. સારા અલી ખાનને હીરોઈન તરીકે લેવા માટે અનેક લોકો ભલામણ કરી રહ્યા છે.હાલમાં નંબર વન સ્ટાર ગણાતા રણવીર સિંહ સાથે કામ કરવાની તક કોને મળે છે એ તો નજીકના ભવિષ્યમાં જ ખબર પડશે..