ધમકીભરી ભાષામાં ચેતવણી આપતા ત્રિપુરાના મુખ્યપ્રધાન

0
688

ત્રિપુરાના મુખ્યમંત્રી  વિપ્લવ દેવનો એક વીડિયો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં તેઓ ધમકીભરી ભાષામાં એવું કહી રહ્યા છે કે જે વ્યક્તિ સરકારના કામમાં દખલ કરશે તેના હું નખ ખેંચી કાઢીશ. તેમણે  આપેલા આ પ્રકારના નિવેદનથી ભારતીય જનતાપક્ષના અગ્રણી નેતાઓ નારાજ થયા છે. વિપ્લવ દેવે ત્રિપુરાના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ તેઓ સતત આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદનો કરતા રહ્યા છે. સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના આવા બેજવાબદાર નિવેદનોને કારણે વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ તેમને ખાસ દિલ્હી મળવા બોલાવ્યા છે. પ્રકાશિત કરવામાં આવેલા વીડિયોમાં મુખ્યપ્રધાન વિપ્લવ દેવ કહે છે કે, – જયારે કોઈ ફેરિયો શાકબજારમાં દૂધી વેચવા આવે છે ત્યારે દૂધી ખરીદવા આવતો દરેક ગ્રાહક દૂધીને નખથી ખોતરીને એ વાતની ખાતરી કરે છેકે દૂધી તાજીછેકે નહિ. આખા દિવસથી શરૂ કરીને ઠેઠ રાતના આઠવાગ્યા સુધી ગ્રાહકોની અવરજવર રહેતી હોય છે. રાતે આઠ  વાગે તો દૂધીની હાલત એવી હોય છેકે એ ખરીદવા યોગ્ય રહેતી જ નથી. અંતમાં ફેરિયાએ એવી દૂધી કોઈક ગાયને જ ખવડાવવી પડે છે. આ રીતે દૂધીને નખ મારીને ખોતરીને જોનાર વ્યકિતના નખ જ ખેંચી કાઢવા જોઈએ. બરાબર એજ રીતે લોકો સરકારને નખ મારીને ખોતરવાની કોશિશ કરે છે. એવા લોકોના નખ ઉતરડી કાઢવા જોઈએ. મારી સરકારમાં જો કોઈ વ્યક્તિ આ પ્રકારની દખલ કરશે , હેરાનગતિ ઊભી કરશે તેના નખ ખેંચી કાઢવા જોઈએ.