દ્વિતીય ઇન્ટરનેશનલ વૈષ્ણવ કન્વેન્શન અને શ્રીમદ ભાગવત સપ્તાહ

વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સભ્યો, મહાનુભાવો અને પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખ સહિત મહેમાનો ન્યુ જર્સીમાં રેરિટન એક્સ્પો સેન્ટરમાં 29મી જૂનથી આઠમી જુલાઈ દરમિયાન આયોજિત દ્વિતીય ઇન્ટરનેશનલ વૈષ્ણવ કન્વેન્શન માટે કર્ટેન રેઇઝર ઇવેન્ટમાં હાજર રહ્યા હતા

ન્યુ જર્સીઃ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (વીવાયઓ) દ્વારા 30મી મેએ પોતાની આગામી શ્રીમદ ભાગવત સપ્તાહ અને દ્વિતીય ઇન્ટરનેશનલ વૈષ્ણવ કન્વેન્શન માટે કર્ટેન રેઇઝર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવોમાં મહોત્સવના કન્વીયર ડો. સરજુ શાહ, કન્વેન્શન ચેરમેન દીપક એમ. શાહ, કથા ચેરમેન ધનસુખ પટેલ, ફંડરેઇઝિંગ ચેરમેન ડો. જયેશ પટેલ, કો-ચેર ડો. જયંત બારાઈ, ગૃહસ્થ સંત અશોક શાહ અને રાજીવ શાહનો સમાવેશ થતો હતો.
અન્ય માનવંતા મહેમાનોમાં પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખ, ટીવી એશિયાના ચેરમેન પદ્મશ્રી એચ. આર. શાહ, રોયલ આલ્બર્ટ્સ પેલેસના આલ્બર્ટ જસાણી, ફ્રેન્ડ્સ ઓફ ગુજરાતના પ્રેસિડન્ટ કિરીટ પટેલ, શ્રીજય પુરોહિત, પીટર કોઠારી, એફઆઇએના પ્રેસિડન્ટ શ્રુજલ પરીખ, મુકુંદ ઠાકર, કાઉન્સિલમેન કપિલ શાહ, કાઉન્સિલમેન વીરુ પટેલ, પીયૂષ પટેલ, મીનેષ પટેલ, ડો. યોગેશ પરીખ, રંગેશ શાહ અને પ્રજ્ઞેશ શાહનો સમાવેશ થતો હતો.
શ્રીમદ ભાગવત સપ્તાહ અને દ્વિતીય ઇન્ટરનેશનલ વૈષ્ણવ કન્વેન્શન ન્યુ જર્સીમાં રેરિટન સેન્ટરમાં 29મી જૂનથી આઠમી જુલાઈ દરમિયાન યોજાશે. મહોત્સવ દરમિયાન 29મી જૂનથી પાંચમી જુલાઈ દરમિયાન રોજ સાંજે ચારથી આઠ દરમિયાન પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરરોજ યોજાશે. દરરોજ વિવિધ મનોરથ દર્શન થશે. ભક્તોને ગિરિરાજ આરતીમાં લાભ લેવાનો લહાવો મળશે. કન્વેન્શન છથી આઠ જુલાઈ દરમિયાન યોજાશે.
આ વર્ષની થીમ યુનિટી છે, કારણ કે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનું વિઝન પાંચ મિલિયન વૈષ્ણવોને ભેગા કરવાનું છે.
ભારતથી વિવિધ સંતો સંત સંમેલન, આધ્યાત્મિક-મનોરંજક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે આવશે.