ગત મંગળવારે સાંજે ડીએમકેના વડા અને તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિનું 94વરસની વયે નિધન થતાં તામિલનાડુમાં સર્વત્ર શોકની લાગણી પ્રવર્તી હતી. તેમનો અંતિમ વિધિ મરીના બીચ પર કરવાની વર્તમાન સરકારે ના પાડતાં વિવાદ ઊભો થયો હતો. વાત વડી અદાલત સુધી પહોંચી હતી અને મદ્રાસ હાઈકોર્ટે મરીના બીચ પર અંતિમ સંસ્કાર કરવાની પરવાનગી આપી હતી. કરુણા નિધિના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાજાજી હોલમાં રાખવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરુણાનિધિના દર્શન માટે દિલ્હીથી આવ્યા હતા અને તેમણએ સદગત નેતાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.