દોસ્તાના -2માં કાર્તિક આર્યન અને જાહનવી કપુર સાથે લક્ષ્ય લાલવાણીની એન્ટ્રી થઈ…

0
1236

અભિષેક બચ્ચન અને જહોન અબ્રાહમની ખૂબ જ લોકપ્રિય બનેલી ફિલ્મ દોસ્તાનાને પ્રેક્ષકો હજુ પણ યાદ કરે છે. આ કોમેડી ફિલ્મનું ગીત અમ્મા દેખ , તેરા મુન્ના બિગડા જાયે ખૂબ જ લોકપ્રિય થયું હતું. ગે યુવાનોના વિષયને હળવાશથી રજૂ કરતી આફિલ્મમાં અભિષેક બચ્ચન અને જહોન અબ્રાહમની કેમિસ્ટ્રી મ લાજવાબ હતી. હવે નિર્માતા કરણ જોહર નવા યુવા કલાકારોને લઈને દોસ્તાના-2 બનાવી રહ્યા છે. જેમાં જાહનવી કપુર અને કાર્તિક આર્યનની સાથે હવે ત્રીજા કલાકારની એન્ટ્રી થઈ છે. એ અભિનેતા છેઃ લક્ષ્ય લાલવાણી . અનેક ટીવી સિરિયલો માં ભૂમિકા ભજવીને પોતાની અભિનય પ્રતિભા એણે પુરવાર કરી છે. પોરસ નામની હિન્દી સિરિયલમાં લક્ષ્યે પોરસની ભૂમિકા ખૂબ જ અસરકારક રીતે ભજવી હતી. પોરસના રોલમાં એને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કર્યો હતો. 
   નિર્માતા કરણ જોહરે ઈન્સ્ટા ગ્રામ પર લક્ષ્યની તસવીરો પેશ કરીને કહ્યું હતું કે,ધર્મા  પ્રેડકશન્સમાં નવા ચહેરાને લોન્ચ કરીને હું ખૂબ જ ખુશી અને ઉત્સાહ અનુભવી રહ્યો છું. લક્ષ્ય અમારી સાથે દોસ્તાના- 2થી ડેબ્યુ કરી રહ્યો છે. અમારી સાથે લક્ષ્યની આ જર્ની સફળ નીવડશે. તમે સહુ એને પ્રેમ અને  આશીર્વાદ આપજો.