દેશ માટે જીવન સમર્પિત કરનારી યુવતીની સંવેદનશીલ , રોમાંચક કથા – રાજી

0
704

પ્રતિભાસંમપન્ન યુવા અભિનેત્રી આલિયા ભટ્ટની ફિલ્મ  રાજી 11મેના રજૂ થઈ ચૂકી છે. આલિયાના અભિનયની પ્રેક્ષકો અને વિવચકો મુક્તકંઠે પ્રશંસા કરી રહ્યા છે. ફિલ્મમાં આલિયા ભટ્ટની સાથે તેમનાં માતા સોની રાઝદાન તેમજ વિક્કી કૌશલ પણ ભૂમિકા ભજવી રહ્યા છે. ભારત- પાકિસ્તાનનું યુધ્ધ અને તેમાં સંકળાતા એક કાશ્મીરી પરિવારની કથા ફિલ્મમાં અસરકારક રીતે પેશ કરી છે વિશિષ્ટ કથાનકોવાળી ફિલ્મ બનાવતા કુશળ અને પ્રતિભાશીલ મહિલા દિગ્દર્શક મેઘના ગુલઝારે. પોતાના પિતાના આદેશને માન આપીને, પોતાના જીવનની પરવા કર્યા વિના એક પાકિસ્તાની અધિકારી સાથે લગ્ન કરીને પાકિસ્તાનમાં ભારતના જાસૂસ તરીકે કામગીરી બજાવતી યુવતી સહમતની કથા એટલે રાજી. સંવેદના, સમર્પણ , રહસ્ય અને રોમાંચને પ્રગટ કરતી કથા. આલિયા ભટ્ટનાો હૃદયસ્પર્શી અભિનય અને મેધના ગુલઝારનું  નાજુક માનવીય સંવેદનોને કલાત્મકતાથી રજૂ કરતું પરિપક્વ નિર્દેશન