દેશ બુલડોઝરથી નહિ ચાલે, બંધારણથી ચાલશે: અસદુદ્દીન ઓવૈસી

Twitter

 

હૈદરાબાદ: હૈદરાબાદના સાંસદ અને AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર મુસલમાનોને નિશાન બનાવી રહી છે. તે મુસલમાનો વિરૂદ્ધ એલાન એ જંગ કરી ચૂકી છે. છેલ્લા ૮ વર્ષમાં મોદી સરકારના કાર્યો પર બોલતા ઓવૈસીએ કહ્યું કે ભાજપ પાસે હાલ એક પણ મુસ્લિમ સાંસદ નથી. ૧૧ રાજ્યોમાં તેમની સરકાર છે અને ફક્ત એક મુસ્લિમ મંત્રી છે. જે કઈ પણ અલ્પસંખ્યક મંત્રાલયનું બજેટ છે તેનું અમલીકરણ ઝીરો છે. તેમણે કહ્યું કે ૮ વર્ષમાં મોબ લિંચિંગના નામ પર શું તમાશો થયો તે બધાએ જોયો છે. આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે રૂલ ઓફ લોને બરબાદ કરવામાં આવી રહ્યો છે. નોટિસ વગર ઘર તોડવામાં આવે છે. મુસલમાન સરકાર વિરૂદ્ધ બોલશે તો તેમને દેશદ્રોહી કહેવામાં આવશે. દેશમાં શું થઈ રહ્યું છે તે બધા જોઈ રહ્યા છે. અમે જે કહીએ છે તેના પર પ્રધાનમંત્રી રિએક્ટ કરતા નથી. તેમણે કહ્યું કે ખરગોન અને પ્રયાગરાજમાં નોટિસ વગર લોકોના ઘર તોડ્યાં. સરકારે મોબ લિંચિંગ પર કશું કર્યું નથી. બુલડોઝરની કાર્યવાહી પર તેમણે કહ્યું કે દેશ બુલડોઝરથી નહિ ચાલે. દેશ બંધારણથી ચાલશે. પ્રદેશના મુખ્યમંત્રી ચીફ જસ્ટિસ બનીને ચુકાદો આપી શકે નહિ. એ ફક્ત મહેસૂસ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે તમે ચીન પર બુલડોઝર ચલાવો. દેશના પ્રધાનમંત્રી ચીનનું નામ લેતા ડરે છે. આપણે આપણી જમીન પર પેટ્રોલિંગ કરી શકતા નથી. તેમણે કહ્યું કે બુલડોઝરની કાર્યવાહી પહેલા નોટિસ આપવી પડશે. દિલ્હીમાં કેટલા ગેરકાયદેસર નિર્માણ છે તમે તેને નહિ તોડો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here