દેશ કે ગદ્દારો કો ગોલી મારો… CAA સમર્થનમાં સુરતના રસ્તા પર ઊતર્યા હજારો લોકો


સુરત શહેરમાં  સમર્થનમાં હજારોની સંખ્યામાં હિન્દુ, મુસ્લિમો રેલીમાં જોડાયા હતા.  મહેસાણા મોઢેરા રોડ પર હનુમાનજી મંદિરના પ્રાંગણમાંથી નાગરિક મંચના ઉપક્રમે CAA સમર્થનમાં વિશાળ જનસમર્થન રેલી નીકળી હતી, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સાંસદ શારદાબેન પટેલ, સાંસદ જુગલી ઠાકોર, પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરતભાઈ પંડ્યા, પૂર્વ સાંસદ નટુજી ઠાકોર સહિત ધારાસભ્યો, મહેસાણા તાલુકા-જિલ્લાના નગરજનોએ તિરંગા સાથે મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર અર્પણ કર્યો હતો. (ફોટોઃ વિરેન્દ્ર રામી)

સુરત, મહેસાણાઃ દેશભરમાં એક તરફ જ્યાં ઘ્ખ્ખ્ (સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટ) અને ફ્ય્ઘ્ (નાગરિક રજિસ્ટ્રેશન કમિટી) મુદ્દે વિરોધ ચાલી રહ્યો છે, ત્યાં ભાજપ દ્વારા ગુજરાતમાં ઠેરઠેર ઘ્ખ્ખ્ના સપોર્ટમાં ૬૨ રેલીઓનું આયોજન કરાયું છે, જેને પગલે સુરતમાં મંગળવારે મેગા રેલી નીકળી હતી. સુરત નાગરિક સમિતિ દ્વારા ઘ્ખ્ખ્ના સમર્થનમાં યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારે રેલીમાં જોડાયેલા લોકો દેશ કે ગદ્દારો કો ગોલી મારો…ના જોરદાર નારા લગાવી રહ્યા છે. સુરતમાં ઊમટેલા લોકજુવાળને જોઈને કહી શકાય કે અનેક લોકો નાગરિકતા કાયદાની તરફેણમાં છે. હજારોની સંખ્યામાં મુસ્લિમો પણ ઘ્ખ્ખ્ના સમર્થનમાં રેલીમાં જોડાયા હતા.
ભાજપ દ્વારા આયોજિત આ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો પણ જોડાયા છે, જેમણે ઘ્ખ્ખ્ને સમર્થન આપ્યું છે. મુસ્લિમ આગેવાનોએ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ રેલી વનિતા વિશ્રામથી નીકળીને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, રેલી માટે સુરત શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ય્ખ્જ્, સુરત પોલીસનો વિવિધ સ્ટાફ બંદોબસ્તમાં મુકાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઘ્ખ્ખ્ના વિરુદ્ધમાં રાજ્યમાં ગત એક સપ્તાહથી ચાલી રહેલાં આંદોલનોને શાંત કરવા માટે રેલી યોજવાનું આયોજન ભાજપ દ્વારા કરાયું છે. ભાજપની રવિવારે યોજાયેલી બેઠકમાં ઘ્ખ્ખ્ સંદર્ભે નાગરિકો સામે સત્ય હકીકત રજૂ કરવા રાજ્યવ્યાપી કાર્યક્રમો યોજવાનું પ્લાનિંગ કરાયું હતું, જે અંતર્ગત આ રેલી યોજાઈ રહી છે. નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભાજપની રણનીતિ પ્રમાણે મંગળવારે દરેક જિલ્લા મથક પર નાગરિક સમિતિઓ દ્વારા રેલી યોજાઈ હતી. નાગરિકતા સંશોધન કાયદા સામે થયેલા વિરોધ બાદ તમામ રાજ્યોમાં ભાજપે જનજાગૃતિ લાવવા કવાયત શરૂ કરી છે, જે અંતર્ગત નાગરિક સમિતિઓના માધ્યમથી દરેક જિલ્લા મથક પર રેલીનું આયોજન થયું છે, જેમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો, નિવૃત્ત અધિકારીઓ, રાજકીય આગેવાનો જોડાયા હતા અને આ કાયદાનાં હકારાત્મક પાસાંને લઈને રજૂઆત કરવામાં આવી હતી. તેમણે નાગરિકતા સંશોધન કાયદો નાગરિકોના હિતમાં હોવાની વાત કરી હતી. નાગરિકતા સંશોધન કાયદાથી ભારતના કોઈપણ નાગરિકને કોઈ જ અસર નહિ થાય. કેન્દ્રની મોદી સરકારનો આ કાયદો પડોશી દેશોમાંથી આવેલા શરણાર્થીઓ પર લાગુ થશે, ભારતના નાગરિકો પર નહિ. આ કાયદાને લઈને જે પણ ગેરસમજો ફેલાવવામાં આવી છે એ દૂર થાય એ માટે આ જનજાગૃતિ અભિયાન જરૂરી હોવાનો ભાજપપ્રમુખ જિતુ વાઘાણીએ દાવો કર્યો હતો.
તમામ જિલ્લા મથકો પર યોજાનારી રેલીઓમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સરકારના મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ મળીને કુલ ૬૨થી વધુ આગેવાનો હાજર રહ્યા હતા. આ રેલીઓના માધ્યમથી ભાજપ ઘ્ખ્ખ્ના સમર્થનમાં માહોલ બનાવીને લોકોને સાચી વાત પહોંચાડવાનો પ્રયાસ કરશે.