દેશવ્યાપી હડતાળથી મુંબઈમાં બેન્કીંગ સેવાઓ પર માઠી અસર

 

મુંબઈઃ ટ્રેડ યુનિયનોની બે દિવસની  રાષ્ટ્રવ્યાપી  હડતાળમાં  બેન્ક કર્મચારીઓનો એક વર્ગ પણ  જોડાતા મુંબઈમાં  બેન્કીંગ સેવાઓ   પર માઠી  અસર થઈ હતી. હડતાળના  સમર્થનમાં  બેન્ક કર્મચારીઓનો એક વર્ગ  કામ પર જ  નહોતો આવ્યો.  આ હડતાળ બે દિવસ ચાલુ રહી હતી.  આ હડતાળમાં  સાર્વજનિક  ક્ષેત્રની અમુક  બેન્કોના કર્મચારીઓ  કામ પર ન આવતા લેણ-દેણને  અસર થઈ  હતી. તદુપરાંત  એક ક્લિયરીંગ અને  અન્ય ગતિવિધિઓ પર પણ અસર થઈ હતી. જો કે  ખાનગી ક્ષેત્રની  તેમ જ વિદેશી બેન્કોના  કામકાજ પર  કોઈ અસર થઈ નહોતી.  હડતાળની  અસર પૂર્વીય ભારતના રાજ્યમાં  વધુ  જોવા મળી હતી. હડતાળના  પ્રથમ દિવસે  વિવિધ બેન્કોની ૭૦૦૦ બ્રાન્ચના  ૩૦ હજાર કર્મચારીઓ જોડાયા હતા  જેમાં ફક્ત  મુંબઈના   ૫ હજાર કર્મચારીઓનો સમાવેશ  થતો હતો.  મુંબઈના  આઝાદ મેદાન  પર  પાંચ હજાર  બેન્ક કર્મચારી હાથમાં  બેનર  અને પ્લેકોર્ડ  લઈન દેખાવો કર્યા હતા.