દેશમાં ૧૫ દિવસમાં જ કોરોના વાઇરસના કેસોમાં ધરખમ વધારો

 

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઇરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના વાઇરસ સંક્રમિતોની સંખ્યા વધીને ૧૦૦૦ને ક્રોસ થઇ ચૂકી છે. જ્યારે વાઇરસ દ્વારા ૨૪ લોકોનાં મૃત્યુ થયા છે. મહારાષ્ટ્ર અને કેરળમાં ઝડપથી કોરોના વાઇરસ પોઝિટીવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

દેશમાં ૧૫ માર્ચ સુધી માત્ર ૧૦૦ કેસો સામે આવ્યા હતા પરંતુ ત્યાર પછી કોરોના વાઇરસે ઝડપી સ્પીડ પકડવાની શરૂ કરી દીધી અને તેનો ગ્રાફ દરેક દિવસે વધતો ગયો, સરકારને પણ કોરોના વાઇરસના ફેલાવાનો અહેસાસ થયો જેને ધ્યાનમાં રાખી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસિયો માટે એક દિવસ જનતા કર્ફ્યુની જાહેરાત કરી હતી, ૨૨ માર્ચના દેશવાસીઓએ ઘરમાં રહીને તેમની અપીલને સફળ પણ બનાવી. પરંતુ તે એટલી સફળ ન રહી.

વડા પ્રધાન મોદીએ ૨૪ માર્ચના રાત્રે ૮ વાગ્યે સમગ્ર દેશમાં ૨૧ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી દીધી. દેશમાં લોકડાઉન તો થયું પરંતુ લોકડાઉન વચ્ચે પણ કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. ૧૫ માર્ચ સુધી કોરોના દર્દીઓની સંખ્યા ૧૦૦ આસપાસ જ હતી. ત્યારબાદના ૧૭ દિવસમાં આ સંખ્યા વધીને ૧૦૦૦ને ક્રોસ થઇ ચૂકી છે. એટલે કે કોરોના વાઇરસે અચાનક ગતી પકડવાનું શરૂ કરતા ભય ફેલાયો છે. આ આંકડા વીતી રહેલા દરેક દિવસની સાથે વધતા જોવા મળી રહ્યા છે.

લોકડાઉન પછી દેશભરમાં મજૂરોએ પોત-પોતાના ઘર જવા માટે હિજરત કરી છે તે મોટો પડકાર બની સામે આવ્યો છે. દિલ્હી-એનસીઆરની અસર ખરાબ છે. જ્યાં મજબૂર રિક્ષાચાલક અને ફેક્ટરી કમર્ચારી પોત-પોતાના ગામ તરફ જવા લાગ્યા. હજારોની સંખ્યામાં મજૂરોએ વતનની વાટ પકડી છે, પરંતુ માત્ર દિલ્હી-એનસીઆર જ નહિં પરંતુ સમગ્ર દેશના નાના-મોટા શહેરોમાં લોકોની હિજરત ચાલુ રહી છે. લોકડાઉન વચ્ચે કેનિ્દ્રય ગ્રૃહમંત્રી અમિત શાહે શનિવારના દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને પ્રવાસી મજદૂરોના ઘર તરફના પલાયનને રોકવાનું જણાવ્યું, સાથે-સાથે બેઘર મજૂરોના રહેવાની વ્યવસ્થા કરવા, ભોજન, દવા અને કપડા પૂરા પાડવાનું પણ જણાવ્યું છે