દેશમાં સર્વાધિક ૬૭,૯૯૯ કોરોનાના કેસો, ૯૪૨નાં મોત, મૃત્યુઆંક ૪૭,૦૦૦ને પાર

 

 

નવી દિલ્હીઃ દેશમાં જે રીતે કોરોના કેસોની સંખ્યા વધી રહી છે તેને જોતા લાગી રહ્યું છે કે આવનારા સમયમાં લોકોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે કારણે કે દેશમાં કોરોનાનો નવો આંકડો ચોંકાવનારો છે. દેશમાં ગત ૨૪ કલાકમાં કુલ ૬૬,૯૯૯ કેસો એટલે કે ૬૭ હજાર કેસો નોંધાયા છે જ્યારે કુલ ૫૬,૩૮૩ દર્દીઓએ કોરોનાને માત આપી છે અને ૯૪૨ દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા હવે ૬,૫૩,૬૨૨ સુધી પહોંચી છે. નોંધાયેલા ૬૭,૦૦૦ કેસોની સાથે દેશમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસોની સંખ્યા ૨૩,૯૬,૬૩૭ થઈ છે અને શુક્રવારનાં આંકડા મુજબ તે ૨૪ લાખને વટાવી ચૂકી હશે. દેશમાં કુલ ૧૬,૯૫,૯૮૨ કેસો રિકવર થયા છે જ્યારે મૃત્યુઆંક ૪૭ હજારને વટાવી ચૂક્યો છે.

દેશમાં ગત ૨૪ કલાકમાં ૧૨,૭૧૨ કોરોના કેસો નોંધાયા છે, જ્યારે તેની સરખામણીમાં વધુ ૧૩,૪૦૮ દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં ૨૪ કલાકમાં કુલ ૩૪૪ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કુલ ૫,૪૮,૩૧૩ કેસો છે જ્યારે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ૩,૮૧,૮૪૩ છેઅને કુલ મૃત્યુઆંક ૧૮,૬૫૦ને પાર થયો છે. તમિલનાડુમાં ૨૪ કલાકમાં ૫,૮૭૧ કેસો નોંધાયા છે સાથે કુલ કોરોનાના કેસ ૩,૧૪,૫૨૦ છે જ્યારે ૫,૬૩૩ લોકો ૨૪ કલાકમાં રિકવર થયા છે અને કુલ રિકવર દર્દીઓની સંખ્યા ૨,૫૬,૩૧૩ થઈ ચૂકી છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ ૫,૨૭૮ લોકોના કોરોનાના કારણે મોત થયા છે તો ૨૪ કલાકમાં ૧૧૯ લોકોનાં મોત થયા છે. આંધ્રપ્રદેશમાં નવા ૯,૫૯૭ કેસો સાથે કુલ કોરોના કેસોનો આંકડો ૨,૫૪,૧૪૬ને વટાવી ચૂક્યો છે. રાજ્યમાં કુલ ૬,૬૭૬ દર્દીઓ રિકવર થયા છે જ્યારે કુલ રિકવર દર્દીઓ ૧,૬૧,૪૨૫ છે અને ૨૪ કલાકમાં ૯૩ લોકો કોરોનાનો ભોગ બન્યા છે.

કર્ણાટકમાં ૨૪ કલાકમાં ૭,૮૮૩ કેસો, દિલ્હીમાં ૧,૧૧૩, ઉત્તર પ્રદેશમાં ૪,૪૭૫, તેલંગાણામાં ૧,૯૩૧, બિહારમાં ૩,૯૦૮, ગુજરાતમાં ૧,૧૫૫, આસામમાં ૪,૫૯૩, રાજસ્થાનમાં ૧,૨૧૩, ઓડિસામાં ૧,૮૭૬, હરિયાણામાં ૭૯૭, મધ્ય પ્રદેશમાં ૮૭૦, કેરેલામાં ૧,૨૧૨, જમ્મુ-કશ્મીરમાં ૪૮૨, પંજાબમાં ૧,૦૨૦ અને ઝારખંડમાં ૫૧૮ કેસો નોંધાયા છે. જ્યારે સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં ૩૪૪, તમિલનાડુમાં ૧૧૯, કર્ણાટકમાં ૧૧૨, આંધ્રપ્રદેશમાં ૯૩, પરશ્રમ બંગાલમાં ૫૪, ઉત્તર પ્રદેશમાં ૫૪, પંજાબમાં ૩૯ અને ગુજરાતમાં ૧૮ લોકોનાં મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here